ગંદકી અને રોગચાળો ફેલાય તે માટે વિસાવદર નગરપાલિકા કાયૅરત
ગંદકી અને રોગચાળો ફેલાય તે માટે વિસાવદર નગરપાલિકા કાયૅરતવિસાવદર નગરપાલિકાના ભ્રષ્ટશાસનની વધુ એક માહિતી છે જેમાં ઢેર ઢેર કચરાઓવા ઢગલાઓ જાણે મચ્છર ઉછેર કેન્દ્ર નગરપાલિકા સંચાલિત હોય તેવું લાગે છે.ડોબરીયા પ્લોટની આ તસ્વીર એ બતાવે છે કે નાગરીકોને જાણે માંદગીના બિછાને મોકલવાની નગરપાલિકાના અધિકારીઓએ પ્રતિજ્ઞા લીધી હોય એવું લાગે છે.ઉલ્લેખનીય એ છે આ વિસ્તારમાં પૂવૅ નગરપાલિકાના પ્રમુખ તથા પૂવૅ ઉપપ્રમુખ પણ રહે છે.પણ સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે આ કચરાના ઢગલાઓથી ડેંગ્યૂના ઘણા કેસો આવ્યા છે તેમાં પોતાના જ સ્વજન પાછળ બે લાખનો ખચૅ થયેલ છે.સતાધીશોને ફક્ત ને ફક્ત ખોટી રીતે ગ્રાન્ટ ઉપયોગ કરી કટકી ક્યાં ખાવી તે જ દેખાય છે.બાકી લોકોના સ્વાસ્થ્ય અંગે ક્યાં પડી છે.બધા ક્ષેત્રમાં નિષ્ફળ આ વહીવટી અધિકારીથી હવે ઉપલા અધિકારીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા છે એટલે ટુંક સમયમાં તેની બદલી થવાના પણ સમાચાર છે પણ ત્યાં સુધી લૂંટો ભાઈ લૂંટો ની નીતિ ધરાવતી આ ગેંગને હવે જનતા જ પાઠ ભણાવે તેવું કેટલાક લોકો વિચારી રહ્યા છે.
રિપોર્ટ મુકેશ રીબડીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.