ધંધુકા આસ્થા ફાઉન્ડેશન દ્વારા “જનકપુરી” ખાતે તુલસી પરણાંવવા નો “વર્લ્ડ રેકોર્ડ” તેમજ ચોરીનો પણ “વર્લ્ડ રેકોર્ડ” થવાનો છે.
ધંધુકા આસ્થા ફાઉન્ડેશન દ્વારા "જનકપુરી" ખાતે તુલસી પરણાંવવા નો "વર્લ્ડ રેકોર્ડ" તેમજ ચોરીનો પણ "વર્લ્ડ રેકોર્ડ" થવાનો છે.
ચોરી 101 × 101 સ્કેર ફૂટની છે અને આવડી મોટી ચોરીનો પણ વર્લ્ડ રેકોર્ડ થવાનો છે.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા આસ્થા ફાઉન્ડેશન દ્વારા ગુજરાતનો સહુથી મોટો તુલસી વિવાહ યોજાશે.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા માં આસ્થા ફાઉન્ડેશન (ફાઉન્ડર ઉપેન્દ્રસિંહ ચાવડા ભવાની બિલ્ડર્સ બોપલ અમદાવાદ) દ્વારા ગુજરાત નો સહુ થી વિશાળ તુલસી વિવાહ તા.૨૩/૧૧/૨૦૨૩ ના રોજ "જનકપુરી" ધંધુકા મુકામે યોજવાનો છે. જેમાં ૧૦૦૮ થી અધિક સંખ્યા માં સનાતન હિન્દુ સર્વ સમાજ ના અખંડ સૌભાગ્ય વતી માતાઓ અને બહેનો એકજ જગ્યા ઉ૫૨ અને એકજ સમયે તુલસી પરણાંવવા નો "વર્લ્ડ રેકોર્ડ" બનાવશે.તુલસી પરણાવવા આવનાર માતૃશક્તિ ને કોઈ પણ પ્રકાર ની અગવડ ન પડે તે સારું શ્રી ઉપેન્દ્ર સિંહ ચાવડા ના માર્ગદર્શન માં એક હજાર જેટલા સ્વયં સેવકો અત્યાર થીજ ૫૦ વીઘા જેટલી વિશાળ જગ્યા માં માઇક્રોપ્લાનિંગ થી વ્યવસ્થા માં લાગી ગયા છે. આ તુલસી વિવાહ માં ઠાકોર જીની જાન વીર ભૂષણ વિજયસિંહજી બાપુ મહંત શ્રી દાદા બાપુ ધામ પચ્છમ તા.ધંધુકા થી વિવિધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઝાંકી ઓ સાથે ૧૦૦૮ ગાડીઓના વિશાળ કાફલા સાથે લઈ ને આવશે. અને તેનો પણ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થવા જઈ રહ્યો છે.અને આવનાર ઠાકોર જી જાન તેની તમામ પ્રકાર ની વ્યવસ્થા પૂજ્ય સંતો ના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. તો સમગ્ર ભાલ વિસ્તાર અને ગુજરાત રાજ્ય ના બહેનો ને વિનતી કે આ ભવ્ય તુલસી વિવાહ માં તુલસી પરણાવવા તા.૨૩/૧૧/૨૦૨૩ ના રોજ "જનકપુરી" ધંધુકા બગોદરા હાઇવે હોટલ હિંદવાની બાજુમાં બપોર પછી ૩:૦૦ વાગ્યા સુધીમાં આવી જવા નું રહેશે તુલસી પરણાવવા જરૂરી શેરડી નો સાંઠો અને પુજાપાની તમામ વસ્તુ લગ્ન સ્થળ ઉપર નિશુલ્ક આપવામાં આવશે જેની ખાસ નોંધ લેવી. તેમજ લગ્ન સ્થળ ઉપર ભોજન પ્રસાદ ની વ્યવસ્થા તમામ ભક્ત જનો માટે રાખેલ છે.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.