બરસે રસ ડાલ-ડાલ રટનન ગોપાલ ગ્વાલ હરિ હરિ હરિ નામ જાપ પાન પાન માંહે ડોલત બ્રહ્માંડ નાદ ગળ ગળ ગળ ગળગળાટ રણઝણ રણઝણ રણાટ કાન તાન નાચે
આશરે ૫૦૦૦ વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જે રાસ રચાયો હતો તેની સ્મૃતિ રુપે અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા ફરી એકવાર કૃષ્ણ નગરી દ્વારિકા ખાતે ૨૩,૨૪ ડિસેમ્બર ૨૦૨૩ના એક ભવ્ય અને દિવ્ય મહારાસનું આયોજન થવા જઇ રહ્યુ છે જેમાં ૧૬૧૦૮ જેટલી આહીરાણીઓ પોતાના પારંપરિક પહેરવેશમાં રાસ રમશે,આ ભવ્ય કાર્યમાં જોડાયેલ ભરુચ જિલ્લા સૌરાષ્ટ્ર આહીર સમાજના પ્રમુખ સાજણભાઇ આહીર તથા ટીમ,મુરલીધર યુવક મંડળ પ્રમુખ હાર્દિકભાઈ ગુજજર તથા ટીમ અને જે સતત પ્રયત્નશીલ રહ્યા છે તેવા હર્બટભાઇ આહીર,હમીરભાઇ બરાઈ તથા પ્રદિપભાઇ વાઢીયા આ સમસ્ત યુવાઓ ભાઇઓ અને બહેનોએ આ કાર્યમાં અનેરો ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો છે અહીં હું નહીં પણ અમેના નાદ સાથે એક લોહીયા બની કૃષ્ણનું કામ કરવા ખડે પગે રહેલ એ તમામને અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન સમિતિ અને ભરુચ જિલ્લા કમિટીના દક્ષાબેન આહીર,જાનીબેન બારડ,વનીતાબેન બામરોટીયા,જલ્પાબેન પીઠિયા અને જલ્પાબેન કરંગીયા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરે છે કે અમે ગતિશીલ બની વિશ્વ ફલક પર સંસ્કૃતિને ટકાવી રાખવાના જે પણ પ્રયત્નો કરી રહ્યા છીએ તેમાં સમજણ,શક્તિ અને બુદ્ધિ પ્રદાન કરે
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.