શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દિ મહોત્સવે સુખપરના રાજમાર્ગો પર સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની ભવ્યાતિભવ્ય વિશ્વશાંતિ નગરયાત્રા.
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર સુખપર - શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દિ મહોત્સવ અંતર્ગત આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજની અધ્યક્ષતામાં સુખપર ખાતે વિશ્વશાંતિ નગરયાત્રા યોજાઈ હતી,
આ નગર યાત્રામાં હક્ડેઠઠ માનવ સમુદાય ઉપસ્થિત રહ્યો હતો, વિશ્વશાંતિ નગરયાત્રામાં જબલપુર મધ્યપ્રદેશનું સુપ્રસિદ્ધ શ્યામ બેન્ડ, ભારાસર તથા નારણપર - કચ્છની ઓચ્છવ મંડળી, કાષામ્બરી પરિવેશમાં સંતોનો સમૂહ, હરિભક્તોનો સમૂહ, હંસાકૃતિ રથ ઉપર શ્રી ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજ તથા બીજા રથમાં જીવનપ્રાણ અબજી બાપાશ્રી તથા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામીબાપાના સાનિધ્યમાં વરિષ્ઠ સદ્ગુરુ સંતો - મહંતો, રથ પાછળ હરિભક્તો અને તેમની પાછળ કળશધારી બહેનોનું મંડળ તથા સાંખ્યયોગી બાઈઓ તથા કર્મયોગી બાઈઓ વિશ્વશાંતિ નગરયાત્રામાં ભકિતભાવ પૂર્વક જોડાયા હતા, વિશ્વશાંતિ નગરયાત્રામાં લંડન, બોલ્ટન, નેરોબી, અમેરિકા, આફ્રિકા વિગેરે દેશોમાંથી હરિભક્તોનો સમૂહ પણ ઉપસ્થિત રહ્યો હતો,
શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દિ મહોત્સવે સુખપરના રાજમાર્ગો પર સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની ભવ્યાતિભવ્ય વિશ્વશાંતિ નગરયાત્રામાં શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ, સુખપરના હરિભક્તોનો સાથ સહકાર રહ્યો હતો,
શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથ, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ, તેમજ શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપા શ્રીની વાતોની સમૂહ પારાયણના યજમાનોને સાલ, પાઘડી અર્પણ કરી પ.પૂ જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે સનમાન્યા હતા,
આ પાવનકારી અવસરે પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે ભગવાનનું ભજન સ્મરણ સાનુકૂળતાથી થઈ શકે તે માટે મંદિરોનાં સર્જન છે, મંદિરોથી સંસ્કાર વધે છે સંસ્કાર હશે તો જ આપણને શાંતિ મળશે. શાંતિ, એકતા અને ભાઈચારો વધારવા અને તેનો સંદેશો આખા વિશ્વમાં ફેલાવા માટે મંદિરોનાં નિર્માણ કરવામાં આવે છે,મનુષ્ય જન્મ મોક્ષ માર્ગ માટે જ મળ્યો છે, મનુષ્યે પોતાની દિનચર્યા શરુ કરતાં પહેલાં સવાર સાંજ આરતી, કથાવાર્તાના નિયમો, દર્શન કરવા આદેશ કર્યો હતો, મનુષ્યએ ભગવાનનું ભજન, સ્મરણ, સત્સંગ કરી મનુષ્ય જન્મ સાર્થક કરી લેવો તેના માટે હાકલ પણ કરી હતી,
સં. શિ. શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી ના સર્વે ને જય સ્વાિનારાયણ.
Report by :- Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.