રાજકોટ મોરબી રોડ ૫ર કરોડની સરકારી જમીન ૫રથી દબાણ દૂર કરાયુ. - At This Time

રાજકોટ મોરબી રોડ ૫ર કરોડની સરકારી જમીન ૫રથી દબાણ દૂર કરાયુ.


રાજકોટ શહેર તા.૪/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરના મોરબી રોડ ૫ર ગ્રીનલેન્ડ ચોકડીથી જૂના જકાતનાકા તરફ જતાં રાજકોટ મોરબી હાઇ-વે ઉ૫ર આવેલ રેવન્યુ સર્વે નં.૭૫ પૈકીની સરકારી ખરાબાની ચો.મી. ૪૦૪૭ જમીન ૫રથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરી આશરે રૂ.૪૦ કરોડની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની દબાણ હટાવ ઝુંબેશના ભાગરૂપે પ્રાંત અધિકારી ચાંદનીબેન ૫રમારના માર્ગદર્શન હેઠળ મામલતદાર રાજકોટ શહેર પૂર્વ એસ.જે.ચાવડા તથા તેમની ટીમ દ્વારા સરકારી ૫ડતર જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલ સાડીનું કારખાનું, ૪ ઓરડીઓ, ચા-પાનની દુકાનો, કારખાનાના મજૂરો માટેના ૪ રૂમ, નર્સરી વગેરે ગેરકાયદેસર બાંધકામ દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. સરકારી જમીનોમાં ગેરકાયદેસર રીતે દબાણો કરનાર સામે કાયદેસર રીતે કાર્યવાહી સતત શરૂ રહેશે તેવું મામલતદારએ અખબારી યાદીમાં જણાવ્યુ હતુ. આ દબાણ હટાવમાં સર્કલ ઓફીસર સત્યમભાઇ શેરસીયા, તલાટી ધારાબેન વ્યાસ, RMC ના JCB, PGVCL સ્ટાફ તથા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત દરમ્યાન કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image