આમ ગાડી ચલાવાય, પાછળ ભટકાઈ જાત તો કહીં હેડ કોન્સ્ટેબલની ફરજમાં રૂકાવટ
હેમુ ગઢવી હોલ પાસે આમ ગાડી ચલાવાય, પાછળ ભટકાઈ જાત તો કહીં હેડ કોન્સ્ટેબલની ફરજમાં રૂકાવટ કરનાર એકસેસ ચાલક પ્રશાંત સિનરોજા સામે એ. ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે એ.ડિવિજન પોલીસ મથકના
હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ ઉદેસિંહ ઝાલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તે ગઈકાલે સાંજના એ.સી.પી પુર્વ વિભાગની સરકારી બોલેરો ગાડી ગોંડલ રોડ પર આવેલ જે.કે મોટર્સમા સર્વીસમા મુકેલ હોય તે ગાડી સર્વીસ થઈ જતા સરકારી બોલેરો લઈને પોલીસ હેડ કવાર્ટર એમ.ટી વિભાગ ખાતે જતાં હતાં. ત્યારે રસ્તામાં ટાગોર રોડ ઉપર હેમુ ગઢવી હોલ પાસે પહોચતાં બોલરો ગાડી આગળ એક એકસેસ ચાલકે સાઈડમા આવી કહેલ કે, ગાડી સાઈડમા ઉભી રાખતો જેથી તેઓએ સરકારી બોલેરો સાઈડમા ઉભી રાખતા આરોપીએ કહેલ કે, આ રીતે ગાડી કેમ ચલાવો છો અને તમારી ગાડીમાં અધીકારી નથી તેમ છતા ખાલી ગાડી લઈને કેમ જાવ છો તેમ કહેતાં તેઓએ કહેલ કે, હું બરાબર જ ગાડી ચલાવુ છું તમને શુ તકલીફ છે ?
જેથી આરોપીએ કહેલ કે, હુ તારી ગાડી પાછળ મારુ એકસેસ ચલાવતો હોય અને તારી ગાડી પાછળ ભટકાઈ જાત તેમ કહીં ઉશ્કેરાઈ જઈ બોલાચાલી કરવા લાગેલ અને પોતાના મોબાઈલમાં ગાડીનો તેમજ મારો વીડીયો ઉતારવા લાગેલ તેમજ બોલાચાલી કરી ગેર્વતુણક કરવા લાગતા પોલીસ કંટ્રોલ રૂમમા ફોન કરેલ અને પોલીસ આવી જતા એકસેસ ચાલક પ્રશાંત કીરીટ સિનરોજા (ઉ.વ.-28 રહે- શ્રધ્ધા પાર્ક-1 શેરી નંબર-5 આહીર ચોક પાસે 80 ફુટ રોડ) સામે પોલીસે ફરજ રૂકાવટનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.