પશ્ચિમ ભારત મજૂર અધિકાર મંચ દ્વારા તારીખ 10 /8/22 ના ધોરાજી મુકામે ડેપ્યુટી કેલેકટર ને લઘુતમ વેતન ₹ 351 અમલ વારી માટે આવેદન આપેલ. - At This Time

પશ્ચિમ ભારત મજૂર અધિકાર મંચ દ્વારા તારીખ 10 /8/22 ના ધોરાજી મુકામે ડેપ્યુટી કેલેકટર ને લઘુતમ વેતન ₹ 351 અમલ વારી માટે આવેદન આપેલ.


રાજકોટ જિલ્લા ના મજૂર અધિકાર મંચ ના સેક્રેટરી જનરલ ની અખબારી યાદી ના જણાવ્યા અનુસાર તારીખ 10 /8/22 ના રોજ ધોરાજી મુકામ પશ્ચિમ ભારત મજૂર અધિકાર મંચ અને મજૂર અધિકાર મંચ રાજકોટ દ્વારા ધોરાજી ડેપ્યુટી કેલેક્ટર ને આવેદન આપેલ જેમાં ખેત મજૂર ભાગીયા મજૂર ને લઘુતમ વેજીસ ₹ 351 સરકાર શ્રી દ્વારા મજૂર થયેલ તેનો અમલવારી થાય અને રાજકોટ જિલ્લામાં મહિલા આત્યાંચારો સામે એક મહિલા સમિતિ તી ની રચના થાય તેમજ ભાગીયા મજૂર જે તેનું વતન છોડી અહીંયા કામ માટે આવે છે તેને આરોગ્ય ની સુવિદ્યા ત્યાં મળે તેના બાળકો ને શિક્ષણ ની સુવિધાઓ મળે તેને ખેતરે રહેવા માટે વ્યવસ્થિત મકાન તેમાં સોચલાય તેમજ નહાવાની સગવડ મળે અને જેઓ ખુલ્લા માં ન જવું પડે તેમજ મજૂરો માટે જે સરકાર શ્રી દ્વારા લઘુતમ વેતન ₹ 351 કરેલ અને દર 6 મહિને ડી એ વધશે તો સરકાર ના આ પરિપત્ર ની જમીન લેવલે અમલવારી થાય તે બાબત ની રજુઆત આવેદન આપીને કરેલ.
આ આવેદન આપવામાં મજૂર અધિકાર મંચ રાજકોટ ના સેક્રેટરી જનરલ ભરત ભાઈ મુછડીયા તેમજ પશ્ચિમ ભારત મજૂર અધિકાર મંચ ના કોડીનેટર એડ .અશોક સમ્રાટ ,જતીન રાઠોડ સુરેશભાઈ બગડા તેમજ એમ પી તેમજ પંચમહાલ ના મજૂરો ભુર શીંગ રાજુ ભાઈ અનેક મજૂરો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.