જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા પેપટેસ્ટ અને મેમોગ્રાફી નિદાન કેમ્પ યોજાયો - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા પેપટેસ્ટ અને મેમોગ્રાફી નિદાન કેમ્પ યોજાયો


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા પેપટેસ્ટ અને મેમોગ્રાફી નિદાન કેમ્પ યોજાયો
ગુજરાત કેન્સર અને રિસર્ચ ઇન્સ્ટિટયૂટ અમદાવાદ,G M E R S જનરલ હોસ્પિટલ હિંમતનગર, જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ઝોન- 1 જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા 35 વર્ષથી ઉપરની મહિલાઓ માટે ગર્ભાશયના મુખના કેન્સર, સ્તન કેન્સર ની મેમોગ્રાફી તપાસ અને નિદાન કેમ્પ જનરલ સિવિલ હોસ્પિટલ હિંમતનગરમાં સહિયર ગ્રુપના પ્રમુખશ્રી પ્રો ડો રીટાબેન જોશી ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો.. કેન્સર હોસ્પિટલ અમદાવાદ ના ડોક્ટર્સની ટીમ, સિવિલ હોસ્પિટલ ના મેડિકલ સુપ્રીટેન્ડન્સ શ્રી ડો પરેશ ભાઇ શીલાદરિયા તથા સમગ્ર મેડિકલ સ્ટાફ મિત્રો અને જાયન્ટ્સ હિંમતનગર ના પ્રમુખશ્રી જયંતભાઈ જોશી , નિગમ ભાઈ, નિશાન ભાઈ , જયદીપસિંહ રહેવર, અને જાયન્ટસ હિંમતનગર સહિયર ગ્રુપના પ્રમુખશ્રી પ્રો ડો રીટાબેન જોશી, ઉપપ્રમુખ સોનલબેન મહેતા, આંતરિક ઓડિટર રાજશ્રીબા રહેવર , મંત્રીશ્રી ફાલ્ગુનીબેન, દર્શનાબેન , અમીબેન, , રાજશ્રીબેન પટેલ અને સહિયર ગ્રુપના સભ્યો ના સાથ સહકારથી પ્રોગ્રામ ખૂબ સફળ રહ્યોં. હિંમતનગરની લગભગ 115 ઉપરાંત બહેનો એ આ નિદાન કેમ્પનો લાભ લીધો.. આ મેડિકલ કેમ્પ ના પ્રોજેક્ટ ડાયરેક્ટર સહિયર ગ્રુપના પ્રમુખશ્રી પ્રો ડો રીટાબેન જોશી હતા...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.