બાલાસિનોર નો યુવાન પાણી ની. મોટર ની ચોરી મા પકડાયો
મહીસાગર નદી કિનારેથી થોડા દિવસ અગાઉ પિયત માટે લગાવેલ ઇલેક્ટ્રિક મોટરની ચોરી થઈ હતી. જેની ફરિયાદી દ્વારા કોઠંબા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવવામાં આવી હતી. ત્યાર બાદ કોઠંબા પોલીસ દ્વારા ગુનાને ઉકેલવા માટે બાતમીદારોની મદદ લઇ લઈ તાપસ હાથ ધરી હતી. જેમાં પોલીસને માહિતી મળી કે ગોજારી ગામની સીમમાંથી જે પિયતની મોટર ચોરાઈ હતી.તેમોટરને છકડામાં લઈને બે ઈસમો જુના રાબડીયાથી બાલાસિનોર જવાના છે તેવી બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બંને ઇસમોને ચોરાયેલ ઇલેક્ટ્રીક પિયત મોટર સાથે ઝડપી પાડ્યા હતા જ્યાં પોલીસે બંનેની પૂછપરછ કરતા બાલાસિનોરનો આમીર ખનુભાઈ મુલતાની અને બીજો લુણાવાડા તાલુકાના થાણાં સાવલી ગામનો સોમાભાઈ નાનાભાઈ સોલંકી એમ બંનેએ પોતાના નામ જણાવ્યા હતા. પોલીસે બંનેને કોઠંબા પોલીસ સ્ટેશન લઈ જઈ સગન પૂછપરછ કરતા બંને ઈસમોએ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ત્યાર બાદ આમીર મુલતાની અને સોમા ભાઈનાના ભાઈ સોલંકીની પોલીસે અટકાયત કરી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.