જાહેર જગ્યાઓએ ફાયર સેફ્ટી પ્રમાણપત્ર બાબત
જાહેર જગ્યાઓએ ફાયર સેફ્ટી પ્રમાણપત્ર બાબત
રાજકોટ શહેરના નાનામવા મેઈન રોડ પર સયાજી હોટલ પાસે આવેલ ટી.આર.પી. મોલ ખાતેના ગેમીંગ ઝોનમાં તા.૨૫/૦૫/૨૦૨૪ના રોજ આકસ્મિક આગ લાગતા થયેલ દુર્ઘટનાના બનાવ અન્વયે સાબરકાંઠા જિલ્લામાં આ પ્રકારની ગંભીર ઘટનાઓ અટકાવી શકાય તથા આવા સ્થળોએ જતી વખતે લોકો સ્થળ પરની સુરક્ષા બાબતે સજાગ રહે તથા આવા વિવિધ એકમોના માલિકો પણ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવે તે હેતુથી જિલ્લામાં આવેલ તમામ જાહેર તથા ખાનગી સ્થળો કે જયાં ખુબ જ બહોળા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેવી તમામ જગ્યાઓ જેવી કે, ઓડીટોરીયમ, ટાઉનહોલ, પાર્ટીપ્લોટ, સિનેમા ગૃહો, ગેમીંગ ઝોન, નાટય ગૃહો, શોપીંગ મોલ, હોટલ, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ, કાફે, શાળા, કોલેજ, ટ્યુશન ક્લાસીસ, ડાન્સ ક્લાસીસ, સ્પા, જીમ સેન્ટર, બૅન્ક, હોસ્પિટલ, લાયબ્રેરી, મ્યુઝીયમ, પેટ્રોલપંપ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, ઔદ્યોગિક એકમો વિગેરેમાં તકેદારીના પગલા લેવા જરૂરી જણાય છે.
આથી નૈમેષ દવે, આઈ.એ.એસ., જિલ્લા મેજીસ્ટ્રેટ, સાબરકાંઠા ફોજદારી કાર્યરીતી સંહિતા-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ મળેલ અધિકારની રૂએ સાબરકાંઠા જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ જાહેર તથા ખાનગી સ્થળો કે જયાં ખુબ જ બહોળા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેવી તમામ જગ્યાઓ જેવી કે, ઓડીટોરીયમ, ટાઉનહોલ, પાર્ટીપ્લોટ, સિનેમા ગૃહો, ગેમીંગ ઝોન, નાટ્ય ગૃહો, શોપીંગ મોલ, હોટલ, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ, કાફે, શાળા, કોલેજ, ટયુશન કલાસીસ, ડાન્સ કલાસીસ, સ્પા, જીમ સેન્ટર, બેન્ક, હોસ્પિટલ, લાયબ્રેરી, મ્યુઝીયમ, પેટ્રોલ પંપ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, ઓદ્યોગિક એકમો, વિગેરે સ્થળોએ તેઓના માલીકો/ વપરાશકર્તાઓ ધ્વારા સક્ષમ સતાધિકારી દ્વારા આપવામાં આવેલ ફાયર સેફટી અંગેનું પ્રમાણપત્ર, ફાયર સેફટી લે-આઉટ પ્લાન, ફાયર સેફટી અંગેના સાઈન બોર્ડ, ઇમરજન્સી એક્ઝીટના સાઇન બોર્ડ, બિલ્ડીંગ ડેવલપમેન્ટ પરમિશન, બિલ્ડીંગ યુટીલાઈઝેશન પરમિશન, હંગામી સ્ટ્રક્ચરના કેસમાં સ્ટ્રક્ચરલ સ્ટેબીલીટી અંગેનું પ્રમાણપત્ર, ઈલેક્ટ્રીકલ ટેસ્ટ સર્ટીફિકેટ, લીફટના ઉપયોગ માટેનું લાયસન્સ તથા લોકો સરળતાથી જોઈ શકે તે રીતે સાઈન બોર્ડ રાખવા હુકમ કરવામાં આવ્યો છે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર રહેશે.
આબીદઅલી ભુરા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.