પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાંસા દ્વારા પેથાપૂર ખાતે “રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ” ની ઉજવણી કરવામાં આવી…
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ અને જિલ્લા એપેડેમિક અધિકારી સાહેબ અને તાલુકા આરોગ્ય અધિકારી ર્ડો. કિરણ ગમાર ના માર્ગદર્શન હેઠળ ૧૬ મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિતે રોગો ના અસરકારક નિયંત્રણ માટે જન જાગૃતિ કેળવાય અને લોકસમુદાય ની સક્રિય ભાગીદારી મળે તે હેતુ થી દાંતા તાલુકાના પેથાપુર ખાતે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી નિમિતે સબ સેન્ટર પેથાપુર મા ગામ માંથી લાભાર્થી ને બોલાવી ડેન્ગ્યુ રોગની સંપૂર્ણ જાણકારી આપી, સાથે સાથે રોગ થવાના કારણો, રોગ થવાના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો જણાવી વિસ્તૃત માર્ગદર્શન આપ્યું તથા રોગ થવા પાછળ ના મુખ્ય કારક એનોફીંલીસ માદા મચ્છર ના પોરા તથા પોરા ખાનાર ગપ્પી-ગમ્બુશિયા માછલી અને મચ્છરદાની નું નિદર્શન કરી ગામ લોકો ને જાણકારી આપી તથા ડેન્ગ્યુની પત્રિકા નું વિતરણ કર્યું અને સાથે સાથે મેડિકલ કેમ્પ કરી જરૂરિયાત વાળા લાભાર્થી ની સારવાર આપી ઉપરોક્ત કામગીરીમાં કાંસા પ્રા.આ.કે ના મલ્ટી પર્પઝ હેલ્થ સુપર વાઇઝર સુરેશ ગોહિલ તેમજ ફીમેલ હેલ્થ સુપરવાઇઝર પવીબેન હીરાઘર તેમજ પ્રા.આ.કે. ના MPHW FHW CHO ની ટીમે માન. મેડિકલ ઓફિસર ર્ડો. મેહુલ તરાલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ કામગીરી અને કાર્યક્રમ નું સફળ આયોજન કરેલ અને કાંસા પ્રા.આ.કે ના તમામ સબ સેન્ટરમાં ડેન્ગ્યુની ઉજવણી કરવામાં આવી …
અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા
9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.