રાજકોટમાં કૃષિમંત્રીએ કહ્યું- દરેક જિલ્લામાં જરૂરિયાત મુજબ ખાતર ફાળવાયું છે, કોઈ મંડળી ઈન્કાર કરે તો મને જાણ કરો - At This Time

રાજકોટમાં કૃષિમંત્રીએ કહ્યું- દરેક જિલ્લામાં જરૂરિયાત મુજબ ખાતર ફાળવાયું છે, કોઈ મંડળી ઈન્કાર કરે તો મને જાણ કરો


સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે. આ મામલે વિવિધ ખેડૂત સંગઠનો ખાતર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવાની માગ કરી રહ્યા છે. ત્યારે આજે રાજકોટમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે આ અંગે સ્પષ્ટતા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં ખાતરની કોઈ અછત નથી. દરેક જિલ્લામાં જરૂરિયાત મુજબનું ખાતર ફાળવાયું છે, કોઈ મંડળી ઈન્કાર કરે તો મને જાણ કરો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.