રાજકોટનાં કન્સ્ટ્રકશન ધંધાર્થીને હનીટ્રેપમાં ફસાવી નગ્ન ફોટા પાડી માર મારી રૂા. 25 લાખની માંગણી - At This Time

રાજકોટનાં કન્સ્ટ્રકશન ધંધાર્થીને હનીટ્રેપમાં ફસાવી નગ્ન ફોટા પાડી માર મારી રૂા. 25 લાખની માંગણી


રાજકોટના યુવાનને જુનાગઢ ફોન કરી બોલાવી રૂમમાં લઇ ગઇ ત્યાં યુવતીના માતા-ભાઇ અને તેના મિત્રએ આવી નગ્ન ફોટા પાડી બેટ વડે માર માર્યાની અને દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી વીંટી સોનાની કાઢી બાદ રૂા. 7 લાખ સમાધાનનાં માંગ્યા હતા. બાદ યુવતીની માતા હોવાનો દાવો કરનાર મહિલા આવી રૂ. રપ લાખ માંગ્યા હતા. આધાર કાર્ડ ડ્રાઇવીંગ લાયસન્સ બળજબરીપૂર્વક કઢાવી લીધુ હતું. બાદ યુવકને મુકત કરતા એક મહિલા સહિત પ સામે બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
રાજકોટ જાગનાથ પ્લોટમાં રહેતા અને ક્ધટ્રકશનનું કામ કરતા ધર્મેશ પ્રવીણભાઇ પંડયા (ઉ.વ.38) તા.8-4ના ગુંદાવાડી સાઇટ પર હતો ત્યારે ફોન આવેલ જે અજાણ્યો નંબર ઉપાડયો ન હતો. બાદ ધર્મેશ આ નંબર ઉપર ફોન કરેલ સામે મહિલા બોલતી હતી.
ભુલથી ફોન લાગી ગયાનું કહેલ તમે કોણ બોલો છો, કયાંથી બોલો છો નામ અને કામ શું કરો છો વિગેરે પુછપરછ કરી યુવતીએ પોતાનું નામ રૂહી પટેલ હોવાનું તેમજ જુનાગઢ એક બાઇકના શો રૂમમાં નોકરી કરતી હોય મારી સાથે ફ્રેન્ડશીપ કરો તેવી વાત કરી સાંજે રૂહીએ વોટસઅપ મેસેજ કર્યા હતા.
તા.10-4ની રૂહીને ધર્મેશ ફોન કરેલ કે તેને જુનાગઢ મળવા આવવાની વાત કરેલ શુક્રવારના તેનો પરિવાર લગ્નમાં જવાના છે તેથી તમે જુનાગઢ આવજો ધર્મેશે ના પાડી બાદ રૂહીનો ફરી ફોન આવતા હા પાડી હતી તા. 11-4ના રૂહીએ મળવા બોલાવેલ ધર્મેશ રાજકોટથી જુનાગઢ બસમાં આવેલ મજેવડી દરવાજાએ ઉતરેલ ત્યારે રૂહી તેને કારમાં લેવા આવી હતી જોષીપરાના સુભાષનગરમાં લઇ ગઇ હતી. જયાં ધર્મેશનો શર્ટ ઉતારી તેના કપડા કાઢયા હતા.
ત્યારે બે અજાણ્યા શખ્સો આવી ગયેલ એક શખ્સે કહેલ કે રૂહી મારા મિત્રની બહેન છે. મારૂ નામ રવિ છે. બીજાએ જયસુખ રબારી હોવાનું કહેલ. આ દરમ્યાન એક ભાઇ સાગર રૂહીનો ભાઇ હોવાનું કહેનાર બેટ લઇને આવ્યો અને કહેલ કે મારી બહેન સાથે શું અજુગતું કર્યુ છે તારી સામે દુષ્કર્મનો કેસ થશે, સમાધાન કરવું હોય તો રૂા. 10 હજાર આપવાની વાત કરી હતી.
રવિએ રૂા. 7 લાખની માંગણી કરી બધુ પુરૂ કરાવી દઇશ. મોટી ઉંમરની મહિલા આવેલ તેનું નામ મંજુલાબેન હીરપરા હોવાનું અને 7 લાખમાં સમાધાન ન થાય રૂા. 25 લાખ આપવા પડશે. તેમ લખાણ કરાવી લીધુ હતું. 7 લાખ સોમવારે બાકીના 3 માસ પછી આપવાના રહેશે. રૂહી સાથે સંબંધ હતો તેમાં કોઇ ધાકધમકી વિના 25 લાખ આપવું આ લખાણનું રવિ રબારીએ રેકોર્ડીંગ કરી લીધુ હતું બાદ યુવકને મુકત કર્યો.
રાજકોટ જઇ ઘરે અને મિત્રને વાત કરી હતી. યુવતી રૂહી પટેલ, રવિ સાગર, જયસુખ રબારી, મંજુલા હીરપરા સામે ફરિયાદ નોંધાવતા બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.