રાજકોટ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી - At This Time

રાજકોટ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી


ગુજરાતમાં નવરાત્રિ સહિતના તહેવારોના પ્રારંભનો ઉત્સાહ છે અને આગામી સમયમાં રજાઓનો માહોલથી વિમાની મથકો સહિતના ટ્રાન્સપોર્ટ મથકો પર લોકોનું આવન-જાવન વધી ગયું છે તે સમયે રાજકોટ ઉપરાંત અમદાવાદ, વડોદરા અને ભૂજના વિમાની મથકોને વિમાની મથકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર રાજ્યભરમાં તંત્ર એલર્ટ થઇ ગયું છે.
આજે ગુજરાતમાં સવારે વડોદરાના હરણી વિમાની મથકને ઉડાવી દેવાની ધમકી આપતો ઇ-મેઇલ મળ્યાની થોડા કલાકોમાં જ રાજકોટ એરપોર્ટને પણ આ જ પ્રકારે એક મેઇલ મળ્યો હતો જેમાં બુમ...બુમ...બુમ... એમ ત્રણ વખત લખાયું હતું અને તેની સાથે અમદાવાદ અને ભુજના વિમાની મથકને આ પ્રમાણે ધમકી મળતા જ રાજ્ય પોલીસ પણ સાવધ થઇ ગઇ છે.
બપોરે 11 થી 2-45ના સમયગાળા દરમ્યાન એરપોર્ટ પોલીસને આ પ્રકારે બે ઇ-મેઇલ મળ્યા હતા અને અજાણ્યા આઇડી પરથી આવેલા મેઇલ અંગે તર્ત જ એરપોર્ટ સત્તાવાળાઓ એલર્ટ થઇ ગયા હતા અને ફ્લાઇટ તેમજ મુસાફરો અને ટર્મીનલ સહિતના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી.
આ ઉપરાંત મહાનગરોની પોલીસ ડોગ સ્કવોડ, બોમ્બ વિરોધી સ્કવોડ અને એરપોર્ટ સિક્યુરીટી સંભાળતા ઔદ્યોગિક સુરક્ષા દળના (સીઆઇએસએફ) જવાનોની ટુકડીઓ પણ એલર્ટ થઇ ગઇ હતી. અને એરપોર્ટના ખુણે-ખુણે તલાસી લેવામાં આવી હતી.
સુત્રોના જણાવ્યા મુજબ આ પ્રમાણે ધમકી આપતા બે ઇ-મેઇલ મળ્યા હતા. તુર્ત જ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ કે જે એરપોર્ટની સલામતી નિશ્ર્ચિત કરવા દોડી ગયું હતું વડોદરાના પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમરે જણાવ્યું હતું કે વડોદરા ઉપરાંત અન્ય એરપોર્ટને આ ધમકી મળી છે અને કેન્દ્રીય એજન્સીઓને પણ સાવધ કરવામાં આવી છે.
તમામ એરપોર્ટ પર સઘન ચકાસણી બાદ હજુ સુધી કોઇ શંકાસ્પદ ચીજ મળી નથી છતાં પણ ટેકેદારીરૂપે એરપોર્ટના આસપાસના વિસ્તારોને પણ ચકાસાઇ રહ્યા છે તો બીજી તરફ સાયબર ક્રાઇમ પોલીસે જે ધમકીભર્યા ઇ-મેઇલ મળ્યા તેનું પગેરું પણ શોધવાની કવાયત હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.