૧૪-૧૫ એપ્રિલે સાબરકાંઠા-અરવલ્લીમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી
હવામાનના પલટાથી બે ડિગ્રી તાપમાન ગગડશે કમોસમી વરસાદ બાદ આકાશ ખુલ્લુ થતાં જ ફરીથી આકરી ગરમી પડવાની શરૂ થશે. ૧૬ એપ્રિલથી ગરમીમાં વધારો થશે અને ૨૦ એપ્રિલ સુધીમાં હીટવેવની પણ આશંકા રહેલી છે. સાબરકાંઠાના ઈડર સહિત બંને જિલ્લામાં રેકોર્ડબ્રેક ગરમી પડવાની પણ શક્યતાઓ આ વર્ષે રહેલી છે. એક તરફ ઉનાળો આકરો જામ્યો છે તેવા સમયે જ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરાતાં ખેડૂતોમાં ચિંતા પ્રસરી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.