વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને ઝડપી પાડતી બોટાદ ટાઉન પોલીસ ટીમ - At This Time

વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને ઝડપી પાડતી બોટાદ ટાઉન પોલીસ ટીમ


(અસરફ જાંગડ દ્વારા બોટાદ)
બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન સ્ટાફ બોટાદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ફરતા ફરતા બોટાદ પાળીયાદ રોડ એમ.ડી.સ્કુલ પાસે આવતા‌ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે બોટાદ સુર્યા ગાર્ડન પાસે એક ઈસમ જેણે સફેદ સર્ટ તથા બ્લ્યુ જીન્સપેન્ટ પહેરેલ છે જે ઈસમ પોતાની પાસે ભારતીય બનાવટનો પર પ્રાંતિય વિદેશી દારૂ બોટલ રાખી વેચાણ કરે છે, બાતમી આધારે રેડ પાડતાંમજકુર આરોપી અંકુરભાઈ મુકેશભાઈ ચૌહાણ ઉ.વ.૨૫ ધંધો-ફરસાણ રહે- ગામ તરઘરા સિકોતેર માતાના મંદિરપાસે તા.જી.બોટાદ નાઓએ પોતાના કબ્જા ભોગવટાની ભારતીય બનાવટનો પર પ્રાંતિયવિદેશી દારૂ બોટલની સીલ તુટેલ રાખી WHITE LACE VODKA ORANGE FLAVOUR ફોર સેલ ઈન રાજસ્થા ન ઓન્લી લખેલ ૭૫૦ મીલીવાળી બોટલ રેઇડ દરમ્યાન હાજર મળી આવી પકડાઈ જઈ ગુનો કરેલ હોય તેના વિરૂધ્ધમાં પ્રોહી એકટ કલમ ૬૫(એ)(એ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ એ.આર.રાઠોડ ચલાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.