વંથલી માં કોંગ્રેસ પક્ષના કાર્યકરો દ્વારા આપવામાં આવ્યું આવેદન પત્ર.... - At This Time

વંથલી માં કોંગ્રેસ પક્ષના કાર્યકરો દ્વારા આપવામાં આવ્યું આવેદન પત્ર….


કેન્દ્ર ની ભાજપ સરકાર નાં ઈશારે ED દ્વારા કોંગ્રેસ નાં સર્વ માન્ય અને લોકપ્રિય નેતા રાહુલ ગાંધીને શારીરિક માનસિક ત્રાસ આપવાના બદ ઇરાદે અને તેમની પ્રતિષ્ઠા ને હાની પહોંચાડવા વારંવાર બોલાવી તપાસ નાં નામે બેસાડી રાખી કોંગ્રેસ પ્રજા વચ્ચે જઈ સરકાર વિરુદ્ધ અભિયાન ન ચલાવી શકે તે માટે ની કોશિશ કરી રહી હોય આવી પ્રવૃત્તિઓ રોકવાની માંગ સાથે કોંગ્રેસ મેદાન માં ઉતરી છે,
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર ની સુચનાનુસાર આજે વંથલી શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી ખાતે ધરણા કરી વિરોધ પ્રદર્શન કરી કેન્દ્ર ની ભાજપ સરકાર સામે રોષ વ્યકત કર્યો હતો અને બદલા ની રાજનીતિ બંધ કરવા માંગ કરી હતી

આ તકે વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાન શાહ,તાલુકા પ્રમુખ મનસુખ પાડલીયા, સુભાસ ડાંગર,રમેશ વાણવી,રફીકશા સર્વદી, કારાબાપા મણવર, ભીમશી ભેટારિયા સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા...

રિપોર્ટર...
મોઈન નાગોરી
વંથલી...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.