મવડીની ચામુંડા સોસાયટીમાં નવજાત બાળાનું મૃત ભ્રુણ મળી આવતા પોલીસ દોડી ગઇ : ત્યજી દેનાર જનેતાની શોધખોળ - At This Time

મવડીની ચામુંડા સોસાયટીમાં નવજાત બાળાનું મૃત ભ્રુણ મળી આવતા પોલીસ દોડી ગઇ : ત્યજી દેનાર જનેતાની શોધખોળ


શહેરના મવડી વિસ્તારમાં આવેલ ચામુંડા સોસાયટીમાંથી નવજાત બાળાનું મૃત ભ્રુણ મળી આવતા પોલીસને જાણ કરાઇ હતી. વિસ્તારમાં આ અંગે વાયુવેગે વાત પ્રસરી જતા લોકોના ટોળા એકઠા થયા હતા.
દરમ્યાન માલવીયાનગર પોલીસનો સ્ટાફ પણ પહોંચી ગયો હતો અને ભ્રુણને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયુ હતું. આ અંગે મળતી વિગતો મુજબ મવડી પ્લોટમાં આવેલી ચામુંડા સોસાયટી શેરી નં.રમાં જુનવાણી થઇ ગયેલ શૌચાલય આવેલ છે. આજે સવારે દસેક વાગ્યે કોઇ નાગરિક અહીં લઘુશંકા કરવા ગયો ત્યારે તેની નજરે આ બાળાનું ભ્રુણ ચડી આવ્યું હતું. નાગરિક હાફડોફાફડો થઇ બહાર નીકળ્યો અને અહીં રહેતા અન્ય લોકોને આ અંગે જાણ કરી હતી. જાગૃત નાગરિકે તુરંત રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી ભ્રુણ મળ્યાની જાણકારી પોલીસને આપી હતી. કંટ્રોલમાંથી માલવીયાનગર પોલીસને આ અંગે જાણ કરાતા અહીંના પીએસઆઇ વી.આર.ઝાલા અને રાઇટર રાહુલભાઇ બારૈયા દોડી ગયા હતા. બાળાનું ભ્રુણ જોતા અંદાજો લાગાવાઇ રહ્યો છે કે આ બાળકી અધુરા મહિને જન્મી હશે અને પછી કોઇ જનેતાએ તેને ત્યજી દીધી હશે. પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃત ભુ્રણને ફોરેન્સીક પીએમ માટે ખસેડયુ હતું. પોલીસે આસપાસમાં તાજેતરમાં કોઇ સગર્ભા હતા કે નહીં ? બનાવ સ્થળ અને તેની આસપાસ કોઇ સીસીટીવી ફુટેજ છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.