રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ, પુર્ણેશ મોદી પાસેથી માર્ગ મકાન ખાતા આંચકી લેવાયા - At This Time

રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ, પુર્ણેશ મોદી પાસેથી માર્ગ મકાન ખાતા આંચકી લેવાયા


અમદાવાદ : ગુજરાત સરકારમાં એક વર્ષ પહેલા આવેલા રાજકીય ભૂકંપમાં વિજય રૂપાણી અને તેના સમગ્ર મંત્રીમંડળને રાજીનામું આપવાનો હાઈ કમાન્ડનો હુકમ આવ્યો હતો. હવે ડિસેમ્બર ૨૦૨૨માં ચૂંટણી આવી રહી છે ત્યારે ભુપેન્દ્ર પટેલ સરકારના બે સિનિયર મંત્રી સુરતના પુર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન ખાતું અને વડોદરાના રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ ખાતું પરત લેવામાં આવ્યું છે. ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સૌથી સિનિયર એવા, એક સમયે રાજ્યની વિધાનસભામાં અધ્યક્ષપદે રહી ચુકેલા રાજેન્દ્ર ત્રિવેદીને રાજ્યનું નાણા સિવાયનું સૌથી મહત્વનું મહેસૂલ ખાતું આપવામાં આવ્યું હતું. ત્રિવેદીએ મંત્રી તરીકે લોકોની સુખાકારી વધે, દરેક નાગરીકોને પોતાના જમીન અંગેના હક્ક માટે વિવાદો માટે જીલ્લા કલેકટર પાસે લોક અદાલત શરુ કરી સ્થળ ઉપર જ પ્રશ્નોના નિકાસ માટે હિમાયત કરી હતી. આ ઉપરાંત મંત્રી તરીકે મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર અટકે તે માટે વિવિધ રજીસ્ટ્રાર કચેરીએ દરોડા પાડી કામગીરી પારદર્શી બનવા માટે પ્રયત્ન કર્યા હતા. બીજી તરફ, પુર્ણેશ મોદી અગાઉ રાજ્ય વિધાનસભામાં દંડક તરીકે કામગીરી કરી હતી. તેમણે મોબાઈલ એપના સ્વરૂપમાં રસ્તા તૂટ્યા હોય કે રસ્તા અંગે કોઈ ફરિયાદ હોય તેના માટે કામગીરી શરુ કરી હતી. પરંતુ, આ મોબાઈલ એપ સરકારના વિભાગના બદલે તેમણે અંગત નામે એપ લોન્ચ કરી હતી. આ પગલું તેમના વિરુદ્ધ ગયું હોય એવી શક્યતા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.