સેન્ટ્રલ જેલ અને વિશ્વામિત્રીની કંપનીમાં ધસી આવેલા બે મગરનું રેસ્ક્યુ
વડોદરા,તા. 06 ઓગષ્ટ 2022,શનિવારવડોદરામાં વિશ્વામિત્રી નદીમાંથી મગરો બહાર નીકળી માનવ વસ્તીમાં આવી જતા હોવાના વારંવાર બનાવ બની રહ્યા છે. જેથી જીવ દયા કાર્યકરો અને ફોરેસ્ટ વિભાગના જવાનોની કામગીરી એકાએક વધી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં આવી રીતે જુદા જુદા બે મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.વડોદરા સેન્ટ્રલ જેલમાં ફરી એકવાર ત્રણ ફૂટનું મગર નું બચ્ચું આવી જતા જીવ દયા કાર્યકરો એ તેને પકડીને ફોરેસ્ટ વિભાગને હવાલે કર્યું હતું. ચાર દિવસ પહેલા પણ આવી જ રીતે મગરનું બચ્ચું આવી જતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.બીજા એક બનાવમાં ગઈ મધરાતે વિશ્વામિત્રી બ્રિજ પાસે આવેલી એક કંપનીમાં મગર આવી જતા કર્મચારીઓ ગભરાઈ ગયા હતા. આ અંગે પ્રાણી કૃતા નિવારણ સંસ્થાને જાણ કરાતા કાર્યકરોએ અડધો કલાકની જેમ જ બાદ પાંચ ફૂટના મગરનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.