રાજકોટની 5 સ્ટાર હોટલ ઇમ્પિરિયલ પેલેસના મફીન્સમાં જીવાત, ગ્રાહકે રજૂઆત કરતા મેનેજર લાજવાને બદલે ગાજ્યો

રાજકોટની 5 સ્ટાર હોટલ ઇમ્પિરિયલ પેલેસના મફીન્સમાં જીવાત, ગ્રાહકે રજૂઆત કરતા મેનેજર લાજવાને બદલે ગાજ્યો


રાજકોટ મનપાનો આરોગ્ય વિભાગ શહેરીજનોને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે સતત કાર્યરત હોવાના પોકળદાવા કરતું હોય તેવી ઘટના સામે આવી છે. એક તરફ આરોગ્ય વિભાગ દ્વારા દૈનિક ખાણી-પીણીના ધંધાર્થીઓ પર દરોડા પાડી બિનઆરોગ્યપપ્રદ ખોરાકનો નાશ કરવામાં આવે છે. છતાં કહેવાતી ફાઈવ સ્ટાર હોટેલમાં ક્યારેય આરોગ્ય વિભાગ ફરકતું પણ નથી. ત્યારે રાજકોટની 5 સ્ટાર હોટલ ઈમ્પીરીયલ પેલેસમાં મફીન્સમાંથી જીવાત મળી આવી હતી. આ મામલે ગ્રાહકે હોટેલ તંત્રને રજૂઆત કરતા મેનેજરે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ગ્રાહક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »