ધોલેરા તાલુકાના પીપળી ગામે ગૌચર જમીન ઉપર થયેલા દબાણો દૂર કરવા રજૂઆત - At This Time

ધોલેરા તાલુકાના પીપળી ગામે ગૌચર જમીન ઉપર થયેલા દબાણો દૂર કરવા રજૂઆત


ધોલેરા તાલુકાના પીપળી ગામે ગૌચર જમીન ઉપર થયેલા દબાણો દૂર કરવા રજૂઆત

અનેકવાર લેખિત રજૂઆતો બાદ પણ તંત્ર નિષ્ક્રિય રહેતા અરજદારમા રોષ.

અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના પીપળી ગામે ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી તેમાં હોટેલ અને રેસ્ટોરન્ટ બનાવી સરકારી ગૌચર તથા ગામતળની ખૂલ્લી જગ્યાઓ ઉપર બિન અધિકૃત રીતે કબજો કરી દબાણ કરાતાં ગામના જ નાગરિક દ્વારા ઉચ્ચ કક્ષાઓ સુધી રજૂઆતો કરવામાં આવી છે.
પીપળી ગામના રહીશ ઓમદેવ સિંહ ચુડાસમા દ્વારા કરાયેલી લેખિત રજૂઆતમા જણાવ્યાં અનુસાર પીપળી ગામે સર્વે નંબર ૧૩૫૪ અને ૧૩૫૬ ગૌચર જમીનમાં તથા સર્વે નંબર ૧૩૩૭ સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર રીતે કબજો જમાવી રાજ ચામુંડા હોટલ તથા ખોડીયાર હોટલ બનાવેલ છે તો આ દબાણ દૂર કરવા તલાટી કમ મંત્રી પીપળી, તાલુકા વિકાસ અધિકારી ધોલેરા, મામલતદાર ધોલેરા તથા નાયબ કલેકટર ધંધુકા સમક્ષ અનેકવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં દબાણ દૂર કરવામાં આવતું નથી તેથી હવે તંત્રના અધિકારીઓ આ અંગે વહેલી તકે ધ્યાન કેન્દ્રિત નહીં કરે તો અરજદાર ઓમદેવ સિંહ ચુડાસમા દ્વારા કોર્ટમાં રીટ દાખલ કરવાની ચિમકી ઉચ્ચારી છે.

રીપોર્ટર સી કે બારડ
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.