2 મહિનાથી રેકી, ચહેરા પર રૂમાલ અને એકાએક ફાયરિંગ...:બાબા સિદ્દીકીની મર્ડરના આરોપીઓએ Y કેટેગરીની સુરક્ષા તોડી નજીક જઈને કર્યું ફાયરિંગ, પકડાયેલાં 2 આરોપીઓએ કર્યા ખુલાસા - At This Time

2 મહિનાથી રેકી, ચહેરા પર રૂમાલ અને એકાએક ફાયરિંગ…:બાબા સિદ્દીકીની મર્ડરના આરોપીઓએ Y કેટેગરીની સુરક્ષા તોડી નજીક જઈને કર્યું ફાયરિંગ, પકડાયેલાં 2 આરોપીઓએ કર્યા ખુલાસા


મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં મુંબઈ પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પૂછપરછ દરમિયાન પકડાયેલા આરોપીઓએ પોતાને કુખ્યાત બિશ્નોઈ ગેંગના સભ્યો હોવાનું જાહેર કર્યું છે. પોલીસનું કહેવું છે કે છેલ્લા 25-30 દિવસથી આ હુમલાનો પ્લાન ઘડવામાં આવી રહ્યો હતો. બાબા સિદ્દીકી જ્યાં આવતો-જતો હતો તે વિસ્તારની આરોપીઓ સતત રેકી કરી રહ્યા હતા. મુંબઈ પોલીસના સુત્રો મુજબ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો દોવા છે કે બાબા સિદ્દીકીની હત્યા મામલે પકડાયેલા બે આરોપીઓની પૂછપરછ દરમિયાન બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા હોવાનો દોવા કર્યો છે. આ આરોપીઓ છેલ્લા 25-30 દિવસથી તે વિસ્તારની રેકી કરી રહ્યા હતા. ત્રણેય આરોપીઓ ઓટો રિક્ષામાં બાંદ્રા પૂર્વના ફાયરિંગ કરાયું તે ઘટનાસ્થળે (જ્યાં ગોળી મારવામાં આવી હતી) આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે બાબા સિદ્દીકી પર ફાયરિંગ કરતા પહેલા ત્રણેય ત્યાં થોડીવાર રાહ જોતા રહ્યા. પોલીસને આશંકા છે કે આરોપીઓને માહિતી આપનાર અન્ય કોઈ વ્યક્તિ છે. ધરપકડ કરાયેલા બે આરોપીઓના નામ કરનૈલ સિંહ અને ધર્મરાજ કશ્યપ છે. કરનૈલ હરિયાણાનો રહેવાસી છે. ધર્મરાજ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. અન્ય એક વોન્ટેડ આરોપી ફરાર છે. ત્રીજા આરોપીની શોધ ચાલુ છે. પોલીસે તેની ધરપકડ કરવા માટે દરોડા પાડી રહ્યા છે. કેવી રીતે બની સમગ્ર ઘટના? બાબા સિદ્દીકી સવારે 9.15થી 9.20ની વચ્ચે ઓફિસથી નીકળ્યા હતા. આ પછી, તે ઓફિસ પાસે ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે તેમને ગોળી મારવામાં આવી હતી. ફટાકડા ફોડતી વખતે અચાનક કારમાંથી ત્રણ લોકો નીચે ઉતર્યા હતા. ત્રણેય મોઢા પર રૂમાલ બાંધીને આવ્યા હતા, જેથી તેમની ઓળખ ન થઈ શકે. આ પછી તેમણે બાબા સિદ્દીકી પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસનું કહેવું છે કે ફાયરિંગમાં 9.9 MMની પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. છાતીમાં ગોળી વાગતાં બાબા સિદ્દીકી ઢળી પડ્યા હતા. આ પછી લોકોએ તેમને તરત જ લીલાવતી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની માહિતી મળતાં જ મુંબઈ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી અને ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હુમલામાં વપરાયેલી પિસ્તોલ 9.9 MMની હતી. પોલીસે વિસ્તારની તપાસ શરૂ કરી અને થોડી જ વારમાં બે આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા. ધારાસભ્ય પુત્રના કાર્યાલયની બહાર હુમલો થયો હતો બાંદ્રા પૂર્વના નિર્મલ નગરમાં કોલગેટ ગ્રાઉન્ડ પાસે 66 વર્ષીય બાબા સિદ્દીકી પર તેમના ધારાસભ્ય પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર હુમલો કરવામાં આવ્યો હતો. બાબા સિદ્દીકીએ વિધાનસભામાં બાંદ્રા (વેસ્ટ) બેઠકનું ત્રણ વખત પ્રતિનિધિત્વ કર્યું હતું. મુંબઈના અગ્રણી લઘુમતી નેતા બાબા સિદ્દીકી બોલિવૂડ સ્ટાર્સની નજીકના હતા. પોલીસે સોપારી કિંલિંગના એંગલથી પણ તપાસ હાથ ધરી છે સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એક હજુ ફરાર છે. કાયદો અને વ્યવસ્થા કોઈ પોતાના હાથમાં લઈ શકે નહીં. મુંબઈ પોલીસને સૂચના આપવામાં આવી છે. પોલીસ NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાની સોપારી રિંલિંગના એંગલથી પણ તપાસ કરી રહી છે. બાબા સિદ્દીકીની હત્યા પાછળ બિશ્નોઈ ગેંગનો હાથ? મુંબઈ પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ ઘટના પાછળ બિશ્નોઈ ગેંગનો હાથ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રારંભિક પૂછપરછ દરમિયાન, આરોપી બિશ્નોઈ ગેંગ સાથે સંબંધ છે. સૂત્રોનું કહેવું છે કે આરોપીઓ છેલ્લા 25-30 દિવસથી તે વિસ્તારની રેકી કરી રહ્યા હતા. ત્રણેય આરોપીઓ ઓટો રિક્ષામાં બેસી બાંદ્રા પૂર્વના શૂટિંગ સ્થળ જ્યાં ગોળી ચલાવવામાં આવી હતી ત્યાં આવ્યા હતા. સૂત્રોને ટાંકીને માહિતી મળી છે કે શૂટર્સ સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયાથી મુંબઈમાં હતા. કુર્લા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા. ચાર શૂટરને મારવાની સોપારી આપવામાં આવી હતી. દરેકને 50-50 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. ત્રણેય આરોપી પંજાબની જેલમાં હતા. બિશ્નોઈ ગેંગનો શૂટર પહેલેથી જ એ જ જેલમાં હતો અને તેની સાથે ઓળખાણ થઈ હતી. ક્રાઈમ બ્રાંચ શૂટરોની હિસ્ટ્રીની તપાસ કરી રહી છે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ત્રીજા ગુનેગારની શોધ શરૂ કરી છે. ધરપકડ કરાયેલા બદમાશોમાં કરનૌલ સિંહ અને ધર્મરાજ કશ્યપના નામ સામેલ છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ શૂટરોની હિસ્ટ્રીની તપાસ કરી રહી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ હરિયાણા, દિલ્હી અને યુપી પોલીસના સંપર્કમાં છે. મુંબઈ પોલીસ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ, હરિયાણાની CIA અને UP STFના સંપર્કમાં છે. ધરપકડ કરાયેલા શૂટરોના ગુનાહિત રેકોર્ડ અને લોરેન્સ ગેંગ સાથેના સંબંધોની તપાસ કરવામાં આવી રહી છે. બંને શૂટરો વિશેની માહિતી હરિયાણા પોલીસની CIA અને UP STF સાથે શેર કરવામાં આવી છે. બાબા સિદ્દીકીની હત્યામાં લોરેન્સ વિશ્નોઈ શંકાસ્પદ છે. લોરેન્સ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. બાબા સિદ્દીકી મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટું નામ હતું બાબા સિદ્દીકી મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટું નામ હતું. 1999, 2004 અને 2009માં ત્રણ વખત ધારાસભ્ય રહ્યા. 2004 થી 2008 સુધી, તેઓ ખાદ્ય અને નાગરિક પુરવઠા, શ્રમ અને FDA રાજ્ય મંત્રી બન્યા. તેમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી. આ પછી તેઓ અજિત પવારના નેતૃત્વવાળી NCPમાં જોડાયા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ તેમનો દબદબો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.