રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૈાપદી મુર્મુ દ્વારા “આયુષ્માન ભવ:” અભિયાન કાર્યક્રમનો વર્ચ્યુઅલી શુભારંભ: વેરાવળ ખાતે સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમાની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ - At This Time

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૈાપદી મુર્મુ દ્વારા “આયુષ્માન ભવ:” અભિયાન કાર્યક્રમનો વર્ચ્યુઅલી શુભારંભ: વેરાવળ ખાતે સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમાની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ


રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૈાપદી મુર્મુ દ્વારા “આયુષ્માન ભવ:” અભિયાન કાર્યક્રમનો વર્ચ્યુઅલી શુભારંભ: વેરાવળ ખાતે સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમાની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ
-----------
આયુષ્માન ભવ: અભિયાન અંતર્ગત તા. ૧૭ સપ્ટે. થી તા. ૦૨ ઓકટો. દરમ્યાન યોજાશે આયુષ્માન આપકે દ્વાર, આયુષ્માન આરોગ્ય મેળા અને આયુષ્માન સભા સહિતના કાર્યક્રમો
-----------
નિક્ષય મિત્રોનું મહાનુભાવોના હસ્તે સન્માન અને વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરાયુ
ગીર-સોમનાથ તા. -૧૩, રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૈાપદી મુર્મુ દ્વારા “આયુષ્માન ભવ” અભિયાનનો વર્ચ્યુઅલી શુભારંભ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમાની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આયુષ્માન ભવ: અભિયાન અંતર્ગત તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૦૨ ઓકટોબર દરમ્યાન આયુષ્માન આપકે દ્વાર, આયુષ્માન આરોગ્ય મેળા, આયુષ્માન સભા, સ્વચ્છતા અભિયાન, અંગદાન પ્રતિજ્ઞા અને રક્તદાન શિબિર જેવા આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે.
આ પ્રસંગે સાંસદશ્રી અને અગ્રણીશ્રી મહેન્દ્રભાઇ પીઠીયાએ પ્રાસંગીક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, છેવાડાનો એક પણ માનવી સરકારશ્રીની આરોગ્યલક્ષી યોજનાઓથી વંચીત ના રહે અને આરોગ્યને લગતી સેવાઓ દરેક માનવીના ઘર-ઘર સુધી પહોંચતી રહે તે દીશામાં સરકારશ્રી આયોજનબધ્ધ રીતે કામ કરી રહી છે. આયુષ્માન ભવ: કાર્યક્રમ મુખ્ય ઉદેશ્ય લાભાર્થીઓને તમામ આરોગ્યલક્ષી યોજનાઓથી અવગત કરવા અને આ યોજનાઓનો ૧૦૦ ટકા લાભ પહોંચાડવા આ અભિયાનનો રાષ્ટ્રપતિશ્રી દ્વારા શુભારંભ કરવામા આવ્યો છે.
આ કાર્યક્રમમાં નિક્ષય મિત્રો ઇન્ડીયન રેયોન, આદિત્ય બિરલા હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ, સ્ટેલા મેરી ટ્રસ્ટ, શ્રી અનવરભાઇ ચૈાહાણ, શ્રી ડો.દિવ્યેશ ગૈાસ્વામી, શ્રી બાદલભાઇ હુંબલ, શ્રી નીલેશભાઇ વીઠલાણી, શ્રી દેવાયતભાઇ ઝાલા, શ્રી જયશ્રીબેન પટેલ સહિતનાઓનો શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યુ હતું. તેમજ વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવેલ હતું.
આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.અરૂન રોય, જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડો.દીપક પરમાર, ડી.પી.ઓ. શ્રી રમેશ જીનજાલા, ડો.બાલુ રામ, ડો.હેમત કણસાગરા સહિત આરોગ્ય વિભાગનો સ્ટાફ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.