બાલાસિનોર જે સી આઇ ના ૨૦૨૩ ના ૩૨ માં પ્રમુખ તરીકે મુકેશ લાલવાની દ્વારા શપથ ગ્રહણ કર્યા.
બાલાસિનોર જેસીઆઇ દ્વારા આજ રોજ ૩૧ માં એવૉર્ડ ૩૨ માં પ્રમુખનો શપથવિધિ સમારોહ યોજાયો હતો.
આ સમારોહ માં વર્ષ દરમ્યાન જેસીઆઇ બાલાસિનોર ના જેસી અને જૂનિયર જેસી ને સરાહનીય કાર્ય બદલ એવૉર્ડ થી સન્માનિત કરવામાં આવેલા અને પૂર્વ જેસી પ્રમુખ હેમંત પટેલ દ્વારા વર્ષ ૨૦૨૨ દરમિયાન જેસી દ્વારા કરવામાં આવેલ કામગીરી નો અહેવાલ વાંચવામાં આવેલ અને પ્રમુખ ના કાર્ય કાળ દરમ્યાન સાથ સહકાર આપનાર પ્રોજેક્ટ સફળ બનાવવામાં મદદરૂપ તમામ જેસી મેમ્બર્સ નું ગિફટ આપી સન્માનિત કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં મુકેશ ભાઇ લાલવાની ના શપથ ગ્રહણ પહેલાં ઢોલના તાલે તમામ જેસી મેમ્બર્સ દ્વારા તેમને લાયન્સ ક્લબ હોલમાં આવકાર થી લાવવામાં આવેલા અને શપથ ગ્રહણ કરેલ અને વર્ષ ૨૦૨૩ દરમિયાન જેસીઆઇ બાલાસિનોર ના તમામ કાર્ય ને સફળ બનાવવા પ્રયત્ન શીલ રહેવા જણાવ્યું હતું.
સમારોહ મા મુખ્ય મહેમાન શ્રી જીતુભાઈ અમીન, અતિથિ વિશેષ યોગેશ પટેલ અને હરિપ્રિયા મેડમ, કિનોટ સ્પીકર જેસી વિપૂલ મહેતા, નગર ની વિવિધ સંસ્થા ના આગેવાનો તથા નગરજનો હાજર રહ્યા હતા..
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.