વિજયનગરના અંદ્રોખા ખાતે વિશ્વ સિકલસેલ દિવસ લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં ઉજવાયો.
વિજયનગરના અંદ્રોખા ખાતે વિશ્વ સિકલસેલ દિવસ લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં ઉજવાયો.
***
વિજયનગર, પોશીના અને ખેડબ્રહમા તાલુકામાં ૧૦,૦૦૦ જેટલા બાળકોના સિકલસેલ અંતર્ગત સ્ક્રિંનીગ કરાશે
**
સમગ્ર દેશમાં ૧૯ જૂને વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લામાં દલીબા નર્સિંગ કોલેજ અન્દ્રોખા, વિજયનગર ખાતે લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં અને રાજ્યસભા સાંસદશ્રી રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્ર્મમાં લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા સંબોધતા જણાવ્યું હતું કે, સિકલસેલ એક આનુવંશિક રોગ છે.આ રોગના કારણે સિકલસેલ દર્દીના જીવનમાં સામાન્ય કરતાં વધારે તકલીફ પડતી હોય છે. આ રોગની ગંભીરતાને ધ્યાને લઈને દર્દીની તકલીફ દૂર થાય અને આ રોગ આગામી પેઢીમાં ન પ્રસરે તેવા ઉમદા હેતુથી દેશના વડાપ્રધાનશ્રીના હસ્તે ૧૭ રાજ્યોમાં સિકલ સેલ એનિમિયા નાબુદી મિશન ૨૦૪૭ કાર્યક્રમનો ગત વર્ષથી પ્રારંભ કરાવવામાં આવ્યો છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, આ વિસ્તારમાં સિકલ સેલ અંગે ખુબ જ જાગૃતિ આવી છે જેના માટે આરોગ્ય વિભાગને હું અભિનંદન પાઠવું છું. આ રોગને આપણે સૌએ સાથે મળી હરાવવાનો છે.
રાજ્યસભા સાંસદશ્રી રમીલાબેન બારાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સૌની ચિંતા કરે છે. આપણે સૌ સાથે મળી તેમના આ સિકલ સેલ એનિમિયા નાબુદી મિશન ૨૦૪૭ને સફળ કરવા પ્રયત્નશીલ બનીએ.
જિલ્લા કક્ષાના કાર્યક્રમ સ્થળે રક્તદાન કેમ્પ, સિકલસેલ સ્ક્રિનિંગ ઉપરાંત એનસીડી કેમ્પ, ટીબીના શંકાસ્પદ દર્દીઓનું સ્ક્રિનિંગ, પીએમ જેવાય કાર્ડ, આભાઆઇ.ડી. તૈયાર કરવાનું પણ વિશેષ આયોજન કરાયું હતું. ત્રણ ટ્રાઇબલ તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ સિકલ સેલ અંતર્ગત સ્ક્રિનિંગ અને આરોગ્ય શિક્ષણની કામગીરી કરવામાં આવી હતી. .
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવે, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી અનસુયાબેન ગામેતી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.રાજ સુતરીયા, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, આરોગ્ય વિભાગના કર્મચારી /અધિકારી તેમજ મોટી સંખ્યામાં દર્દીઓ અને નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.
***
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.