યુપીઆઇ પેમેન્ટ પર ચાર્જિસ વસૂલ કરવા આરબીઆઇની વિચારણા - At This Time

યુપીઆઇ પેમેન્ટ પર ચાર્જિસ વસૂલ કરવા આરબીઆઇની વિચારણા


- આરબીઆઇએ પ્રસ્તાવના સંદર્ભમાં ત્રણ ઓક્ટોબર સુધીમાં મંતવ્યો મંગાવ્યા- આરબીઆઇ ડેબિટ કાર્ડ દ્વારા લેવડદેવડ ઉપર પણ એક નિશ્ચિત ચાર્જ વસૂલ કરવા માગે છે : જે હાલમાં ફ્રી છેનવી દિલ્હી : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) હવે યુપીઆઇ પેમેન્ટ પર ચાર્જિસ વસૂલ કરવાનો વિચારી રહી છે. આરબીઆઇએ આ સંદર્ભમાં નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી યુપીઆઇ પેમેન્ટ પર કોઇ ચાર્જિસ લાગતા નથી.આ પ્રસ્તાવના સંદર્ભમાં આરબીઆઇએ ૩ ઓક્ટોબર સુધીમાં આમ જનતા અને વિવિધ પક્ષકારો પાસેથી મંતવ્યો મંગાવ્યા છે. ડિસ્કશન પેપર ઓન ચાર્જ ઇન પેમેન્ટ સિસ્ટમ નામના આરબીઆઇના નવા પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્રીય બેંક યુપીઆઇ પદ્ધતિનો ઉપયોગ કરીને નાણાની પ્રત્યેક લેવડજેવડ માટે ચાર્જ વસૂલ વસૂલ કરવા પર વિચાર કરી રહી છે.તેનો ઉદ્દેશ યુપીઆઇ ઇન્ફ્રાસ્ટ્રકચરેના રોકાણ અને સંચાલનના ખર્ચન વસૂલ કરવાની સંભાવનાી તપાસ કરવાનો છે. આરબીઆઇએ જણાવ્યું છે કે યુપીઆઇનો ઉપયોગ કરીને ફંડ ટ્રાન્સફર આઇએમપીએસ (તાત્કાલિક પેમેન્ટ સેવા)ની જેમ છે, તેથી યુપીઆઇને ફંડ ટ્રાન્સફર માટે આઇએમપીસી જેટલું જ ચાર્જ આપવું જોઇએ. આરબીઆઇએ સૂચન કર્યુ છે કે યુપીઆઇ પેમેન્ટ પર અલગ અલગ રકમના બ્રેકેટના આધારે એક ટિયર ચાર્જ લગાવી શકાય. કેન્દ્રીય બેંકના જણાવ્યા અનુસાર યુપીઆઇ એક ફંડ ટ્રાન્સફર સિસ્ટમ છ જે ફંડના રિયલ ટાઇમ મૂવમેન્ટ સક્ષમ બનાવે છે. આરબીઆઇએ વધુમાં જણાવ્યું છે કે પેમેન્ટ સિસ્ટમ સહિત કોઇ પણ આર્થિક ગતિવિધિમાં મફત સેવા માટે કોઇ તર્ક સાબિત થતું નથી. આરબીઆઇ ડેબિટ કાર્ડ દ્વારા લેવડદેવડ ઉપર ફણ એક નિશ્ચિત ચાર્જ વસૂલ કરવા માગે છે. જે હાલમાં ફ્રી છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.