સફાઈ કામદારની હડતાલના વિરોધમાં રાણપુર સજ્જડ બંધ રહ્યું
- રાણપુર સફાઈ કામદારોને કામ કરવું પણ નથી અને આઉટ સોસગથી આવેલા કામદારોને કામ કરવા દેવું પણ નથીરાણપુર : રાણપુર સફાઈ કર્મીઓ છેલ્લા ૨૫ દિવસથી હડતાળ પર છે. જેને લઈ સમગ્ર ગામમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઇ જતા રાણપુર ગ્રામ પંચાયત દ્વારા આઉટ સોર્સથી એજસીને સફાઈ કોન્ટ્રાક્ટ આપતા સફાઈ કરવા આવેલા કર્મીઓને કામ નહીં કરવા દઈ બબાલ કરાઈ હતી. તેના વિરોધમાં આજે ગ્રામ પંચાયત, નગર સમિતિ, અને વેપારી મંડળ સહિતના સંગઠનો દ્વારા સ્થાનિક સફાઈ કર્મીઓના વિરોધમાં બંધનું એલાન જાહેર કરાયું હતુ.ં રાણપુર ખાતે સફાઈ કામદારો હડતાલ ઉપર જતા રાણપુર ગામમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયુ છે. રાણપુર ગ્રામ પંચાયત અને વેપારી મંડળ દ્વારા રાણપુર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. તેમાં તમામ વેપારીઓએ સમર્થન આપતા બજાર સજ્જડ બંધ રહ્યા હતા.રાણપુર ગામના સફાઈ કામદારો અવારનવાર હડતાલ પાડી ગામમાં સફાઈ નહીં થતા રાણપુર ગ્રામ પંચાયત દ્વારા આઉટસોર્સથી બહારથી મંગાવેલા કામદારોને સફાઈ કરવા બોલાવેલા હતા. ત્યારે બુધવારે સાંજે રાણપુર સફાઈ કામદારો દ્વાર આઉટ સોસગથી આવેલા સફાઈ કામદાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તેને લઈ ગુરૂવારે રાણપુર ગ્રામ પંચાયત તેમજ રાણપુર વેપારી એસોસિયન દ્વારા ગામનું બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને લઈ સમસ્ત રાણપુર ગામ બંધ રહ્યું હતું અને સ્થાનિક સફાઈ કર્મીઓના વિરોધમાં જોડાયા હતા. હાલ અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો હોય અને મોહરમનો તહેવાર આવી રહ્યો હોય ગ્રામ પંચાયત દ્વારા આઉટ સોસગથી સફાઈ કામદારોને સફાઈ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા અને રોગચાળો વકરે નહીં તે માટે રાણપુર ગ્રામ પંચાયત દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.