૫૫૦ કરોડનું જંગી દેવું ધરાવતું , અમદાવાદ મ્યુનિ.૨૦૦ કરોડનાં બોન્ડ બહાર પાડશે,૩૫૦ કરોડની લોન લેશે

૫૫૦ કરોડનું જંગી દેવું ધરાવતું , અમદાવાદ મ્યુનિ.૨૦૦ કરોડનાં બોન્ડ બહાર પાડશે,૩૫૦ કરોડની લોન લેશે


અમદાવાદ,ગુરુવાર,4
ઓગસ્ટ,2022સ્માર્ટ સિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્થતંત્રની સ્થિતિ
ડામાડોળ બની ગઈ છે.હાલની પરિસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના માથે કુલ ૫૫૦ કરોડનું
દેવું છે.વિકાસકામો અને અન્ય જરુરી ખર્ચને પહોંચી વળવા જી.એસ.એફ.સી.પાસેથી રુપિયા ૩૫૦
કરોડની લોન લેવામાં આવશે.ઉપરાંત અમૃત ૨.૦ અંતર્ગત ગ્રીન પ્રોજેકટ માટે ગ્રીન બોન્ડ
બહાર પાડવા નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ૩૦૦ કરોડના કોન્ટ્રાકટરો અને અન્ય બિલો
ચૂકવવાના બાકી છે.રાજય સરકાર પાસેથી પણ આ પરિસ્થિતિમાં વધુ આર્થિક મદદ મળે એ અંગે મ્યુનિ.તંત્રે
આશાવાદ વ્યકત કર્યો છે.માર્ચ-૨૦૨૦થી શરુ થયેલા કોરોના મહામારીના સમય બાદ
મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કુલ મળીને ૪૫૯ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.તંત્ર
તરફથી કરવામાં આવેલ તમામ ખર્ચની રકમ રાજય સરકાર તરફથી પરત મળી ગઈ હોવાનો
મ્યુનિ.તંત્ર તરફથી દાવો કરવામાં આવ્યો છે.ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહના
કહેવા પ્રમાણે ૧ એપ્રિલ-૨૦૨૧થી ૩૧ જુલાઈ-૨૦૨૧ સુધીમાં મ્યુનિ.ને ૨૦૩૯ કરોડનો ખર્ચ
થયો હતો.જેની તુલનામાં  આ વર્ષે ૧ એપ્રિલથી
૩૧ જુલાઈ સુધીમાં ૨૪૩૯ કરોડનો ખર્ચ થવા પામ્યો છે.૧૨૧૬ કરોડના વિકાસકામ થયા છે.
દરમહિને પગાર સહિતના અન્ય ખર્ચને પહોંચી વળવા ૩૩૫ કરોડની આવશ્યકતા રહેતી હોય છે.કોરોના મહામારી બાદ ઘટેલી આવકની પરિસ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ
કોર્પોરેશન સાથે સંકળાયેલ એ.એમ.ટી.એસ. ઉપરાંત બી.આર.ટી.એસ.ની બસો ઓનરોડ દોડતી
રાખવા વખતોવખત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આર્થિક મદદ કરવામાં આવી રહી છે.આમ છતાં
હજુ આ સંસ્થાઓની આવકની ગાડી પાટા ઉપર ચઢતી નજરે પડી રહી નથી.ઉપરાંત મ્યુનિસિપલ
કોર્પોરેશન તરફથી રાજય સરકાર સમક્ષ ઓકટ્રોયની ગ્રાન્ટ પેટે લેવાની થતી રકમ પેટે
વારંવાર રજુઆત કરવા છતાં સરકાર તરફથી અગાઉના વર્ષના લેહેણાં નિકળતી આપવામાં આવી
રહી નથી. ૭૦૦ કરોડથી પણ વધુ ખર્ચ સાથે કાર્યરત કરવામાં આવેલી એસ.વી.પી.હોસ્પિટલ ચલાવવી
પણ તંત્ર માટે કપરુ બની રહ્યુ છે.આ પરિસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ગુજરાત સ્ટેટ
ફાયનાન્સ કોર્પોરેશન પાસેથી સાત ટકાના દરથી રુપિયા ૩૫૦ કરોડની લોન લેવા નિર્ણય
કરવામાં આવ્યો છે.આ લોન લેવા માટે મ્યુનિ.તંત્રને કોઈ મિલકત ગિરવે મુકવી નહીં પડે
એમ તંત્રના અધિકારીઓ તરફથી દાવો કરવામાં આવ્યો છે.રાજય સરકાર પાસેથી હાલમાં
મ્યુનિ.ને ૭૨ કરોડથી વધુની રકમ લેહણાં પેટે લેવાની નિકળે છે.ઉપરાંત એસ.વી.પી.હોસ્પિટલના
સંચાલન માટે ૧૭ કરોડ જેટલી ગેપ ફંડની રકમ મેળવવા પણ રજુઆત કરવામાં આવશે.નોન ટેકસ આવકમાં ઘટાડો થવાથી પણ આર્થિક ફટકો પડયોકોરોના મહામારીના સમય બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને
પ્રોપર્ટી ટેકસ ઉપરાંત પ્રોફેશન ટેકસ તથા વ્હીકલ ટેકસની આવક થવાની સામે નોન ટેકસ
રેવન્યુની થતી આવકમાં નોંધપાત્ર ઘટાડો થવાથી પણ મ્યુનિ.તંત્રને આર્થિક ફટકો પડયો
હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે.સરકારના નિર્ણયથી પણ મ્યુનિ.આવક ઉપર અસર થઈમ્યુનિ.અધિકારીઓના કહેવા પ્રમાણે,અગાઉ કેન્દ્ર
સરકાર તરફથી કોઈ પણ પ્રોજેકટ હેઠળ ગ્રાન્ટ મળતી હતી તો  ૭૦૦ક ૮૦૦ કરોડ કે તેથી વધુ રકમ આવતી હતી.આ
રકમમાંથી રોડ સહિતના કામ હાથ ધરવાની સાથે પેન્ડીંગ બિલનાં પણ ચૂકવણાં કરી શકાતા
હતા.હવે સરકારે નિયમ બદલતા રકમ સીધી જે તે બજેટ હેડમાં જમા કરવામાં આવતા હોવાથી
નિયમ મુજબ બિલ અપલોડ કરવા પડે છે.લોન માટે કોઈ મિલકત ગિરવે મુકવી નહીં પડે-તંત્રનો દાવોમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જી.એસ.એફ.સી.પાસેથી ૩૫૦
કરોડની લોન લેવામાં આવનાર છે.આ લોન મેળવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ પણ
મિલકત ગિરવે મુકવી નહીં પડે એવો તંત્રના અધિકારીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.અમૃત ૨.૦ માટે કેન્દ્ર સરકારે ૪૫૯ કરોડનો ડી.પી.આર.મંજુર
કર્યો, ૨૩૦ કરોડ
મ્યુનિ. ખર્ચ કરશેઅમૃત ૨.૦ અંતર્ગત અમદાવાદ શહેરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ
ઉપરાંત વોટર પ્રોજેકટ સહિત ગ્રીન હાઉસને લગતા વિકાસના કામ હાથ ધરવા કેન્દ્ર
સરકાર  દ્વારા ૪૫૯ કરોડનો ડીટેઈલ પ્રોજેકટ
રીપોર્ટ મંજુર કરવામાં આવ્યો છે.આ પ્રોજેકટ માટે ૫૦ ટકા રકમ કેન્દ્ર સરકાર
આપશે.જયારે ૫૦ ટકા રકમ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ખર્ચ કરવામાં આવશે.કુલ મળીને
મ્યુનિ.તંત્ર આ પ્રોજેકટ માટે ૨૩૦ કરોડની રકમનો ખર્ચ કરશે.ત્રણ મહિનામાં મ્યુનિ.હસ્તકના પાર્કીંગની દુકાન વેચી કઢાશેમ્યુનિસિપલ કોર્પોરેશનની કથળેલી આર્થિક પરિસ્થિતિની વચ્ચે
સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશ બારોટના કહેવા પ્રમાણે, પ્રહલાદનગર
ઉપરાંત સિંધુભવન રોડ તેમજ રિવરફ્રન્ટ ઉપર બાંધવામાં આવેલા મ્યુનિ.ના પાર્કીંગમાં
બનાવવામાં આવેલ દુકાનો વેચી આવક ઉભી કરવામાં આવશે.ભાજપના રાજમાં મ્યુનિ.ની કંગાળ હાલત

મ્યુનિસિપલ વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે મ્યુનિ.ની કથળેલી
આર્થિક સ્થિતિ ભાજપના સત્તાધીશોની દુરંદેશી દ્રષ્ટીના અભાવ અને તંત્ર ઉપર કોઈ
અંકુશ ના હોવાના કારણે કરવામાં આવી રહેલા આડેધડ ખર્ચના કારણે કંગાળ થઈ હોવાનો
આક્ષેપ કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »