સુરતના વેડછા પાટીયા પાસેથી દેશી પિસ્ટલ, કાર્ટીજ સાથે રાજસ્થાની પકડાયો - At This Time

સુરતના વેડછા પાટીયા પાસેથી દેશી પિસ્ટલ, કાર્ટીજ સાથે રાજસ્થાની પકડાયો


- વતનમાં લોકોની પાસેથી ખંડણી ઉઘરાવવા મધ્યપ્રદેશના સેંદવા ખાતેથી પિસ્ટલ લાવ્યો હતોઃ સેંદવા અને રાજસ્થાનના બે સહિત ત્રણ વોન્ટેડસુરત, તા. 21 ઓગસ્ટ 2022 રવિવારસુરત-કડોદરા રોડ પર વેડછા પાટીયા પાસેથી દેશી બનાવટની બે પિસ્ટલ અને કાર્ટીજ તથા ખાલી મેગજીન સાથે રાજસ્થાની યુવાનને ઝડપી પાડી પુણા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સુરત-કડોદરા રોડ પર વેડછા પાટીયા પાસેથી પુણા પોલીસે બાતમીના આધારે હડમાન ઉર્ફે પ્રિન્સ ઉર્ફે હરી મુન્નીરામ સારસ્વત (ઉ.વ. 28 ગોદારા કા બાસ, તા. લુનકરનસર, તા. કાલુ, જિ. બિકાનેર, રાજસ્થાન) ને ઝડપી પાડયો હતો. હડમાનની બેગ ચેક કરતા તેમાંથી દેશી બનાવટની બે નંગ પિસ્ટલ અને ચાર નંગ જીવતા કાર્ટીજ તથા એક ખાલી મેગજીન મળી આવ્યા હતા. હડમાનની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે વતન રાજસ્થાન ખાતે લોકોને ડરાવી-ધમકાવી ખંડણી માંગવાનું પ્લાનીંગ કર્યુ હતું. જેના માટે મિત્ર નિર્મલ ઉર્ફે નીરૂ રમેશકુમરા જાંગીડ (રહે. ડાબડી, જિ. જુંજુનુ, રાજસ્થાન) નો સંર્પક કર્યો હતો. નિર્મલે મધ્યપ્રદેશના સેંદવા જિલ્લાના ધવલીગામના દાઉદ નામના વ્યક્તિ સાથે મોબાઇલ પર સંર્પક કરાવી ત્યાંથી પિસ્ટલ લઇને ગત રોજ સુરત આવ્યો હતો અને આજે વતન રાજસ્થાન જઇ રહ્યો હતો. પોલીસે બંને પિસ્ટલ, કાર્ટીજ અને ખાલી મેગજીન મળી કુલ રૂ. 30 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.