કુદરતની કારીગરી ને અદભુત સ્થાપત્ય...વાહ ઉદયપુર!:વાદળો સાથે વાત કરતો મોન્સૂન પેલેસ, આસમાની લેક, લીલા પહાડ; લેક સિટીમાં થશે સ્વર્ગનો અનુભવ - At This Time

કુદરતની કારીગરી ને અદભુત સ્થાપત્ય…વાહ ઉદયપુર!:વાદળો સાથે વાત કરતો મોન્સૂન પેલેસ, આસમાની લેક, લીલા પહાડ; લેક સિટીમાં થશે સ્વર્ગનો અનુભવ


ઉદયપુરમાં વાદળો, વરસાદ અને હરિયાળીનો સંગમ જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં ઇન્દ્રદેવે વરસાદની ખોટ પૂરી કરી. ડેમ ઓવરફ્લો થતાં તળાવોમાં પાણી આવવા લાગ્યાં હતાં. સરેરાશ વરસાદનો આંકડો પણ 13 ટકા વધુ છે. 6 સપ્ટેમ્બર સુધી 22.6 ઈંચ વરસાદ નોંધાયો છે. આ વખતે 24.4 ઈંચ નોંધાયો છે. આકાશમાં રહેલાં વાદળો અહીંના સજ્જનગઢ મોન્સૂન પેલેસની 3 હજાર ફૂટની ઊંચાઈએથી એવા લાગે છે, જાણે એ આપણી એકદમ નજીક હોય અને કહી રહ્યા હોય કે- હજુ વરસવાનું બાકી છે. લેક સિટીનું આ મનમોહક રૂપ બધાને આકર્ષિત કરી રહ્યું છે. ભાસ્કરે પોતાના યુઝર્સ માટે ડ્રોન વડે ઉદયપુર શહેરની આ સુંદરતાને કેપ્ચર કરી હતી. જુઓ વીડિયો અને તસવીરો... મોન્સૂન પેલેસ પર વાદળો એકદમ નજીક દેખાય છે
આ વર્ષે ચોમાસાએ ઉદયપુર ડિવિઝનમાંથી રાજ્યમાં પ્રવેશ કર્યો છે. જોકે જુલાઈ-ઓગસ્ટમાં જેટલો વરસાદ પડયો હતો એટલો વરસાદ થયો નથી. સપ્ટેમ્બરમાં બે દિવસમાં થયેલા વરસાદથી આ ઊણપની ભરપાઈ થઈ હતી. પિછોલા અને ફતેહસાગર તળાવોમાં પાણીની આવક થઈ હતી. પહાડો લીલાછમ થઈ ગયા. આવી સ્થિતિમાં લોકો પ્રવાસન સ્થળોએ પહોંચીને ખુશનુમા વાતાવરણનો આનંદ માણી રહ્યા છે. શહેરનો સજ્જનગઢ મોન્સૂન પેલેસ અરવલીની ખીણોથી ઘેરાયેલો છે. એ પર્વતના ઊંચા શિખર પર બનેલો છે. મહેલ સુધી પહોંચતાં જ એવું લાગે છે કે તમે વાદળો પર ચાલીને તેમને સ્પર્શ કરી રહ્યા છો. મોન્સૂન પેલેસથી આખું શહેર સ્વર્ગ જેવું લાગે છે. વરસાદ, વાદળો અને હરિયાળી વચ્ચે અહીં આવતા લોકો જે દિશામાં આગળ વધશે ત્યાં ચારેબાજુ હરિયાળી જોવા મળશે. મોન્સૂન પેલેસની સામેથી ઉદયપુરના પિછોલા અને ફતેહસાગર તળાવો દેખાય છે. શહેરની બહારની વસાહતો અને ઓલ્ડ સિટી તળાવોના કિનારેથી દેખાય છે. વરસાદથી ધોવાઈ ગયેલા શહેરની તસવીર એવી છે કે ફતેહસાગરની વચ્ચેનો નેહરુ પાર્ક અને પિછોલા વચ્ચેનો જગ મંદિર પણ દૂરથી દેખાય છે. અહીંથી બાડી તળાવ પણ દેખાય છે. સૂકા પર્વતો વરસાદમાં લીલા થઈ જાય છે
મોન્સૂન પેલેસની ચારેબાજુથી શહેરની ટેકરીઓ પણ સરળતાથી જોઈ શકાય છે. વરસાદની મોસમમાં પહાડો પણ હરિયાળા બની ગયા છે. આવી સ્થિતિમાં કુદરતી સૌંદર્યના આ મનમોહક દૃશ્યને દરેક વ્યક્તિ પોતાના મોબાઈલમાં કેદ કરવા આતુર છે. મહેલની આસપાસ રિસોર્ટ બનાવવામાં આવ્યા છે
સજ્જનગઢની આસપાસ મોટી સંખ્યામાં રિસોર્ટ અને હોટલ છે. સજ્જનગઢના મુખ્ય દરવાજા પાસે રસ્તામાં રિસોર્ટ પણ છે. બડા હવાલા રોડ અને શિલ્પગ્રામ રોડ પર પણ રિસોર્ટ છે. આ ઉપરાંત રામપુરા અને કોડિયાત વાલી રોડ પર મોટી સંખ્યામાં રિસોર્ટ અને ફાઇવ સ્ટાર હોટલ છે. સજ્જનગઢ મોન્સૂન પેલેસની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે વ્યવસ્થા પણ રિસોર્ટના સંચાલકો દ્વારા કરવામાં આવે છે. સજ્જનગઢ લાયન સફારી ટૂંક સમયમાં શરૂ થશે
સજ્જનગઢના મુખ્ય દરવાજા પાસે લાયન સફારી બનાવવામાં આવી રહી છે. જયપુરના નાહરગઢ બાદ રાજ્યમાં આ બીજી લાયન સફારી હશે. એ આવતા મહિને શરૂ થવાની શક્યતા છે. એ બાયો પાર્કની સામે ખાલી પડેલી જમીન પર બનાવવામાં આવી રહી છે, જે હવાલા ગામ તરફ જતા રસ્તાને અડીને હશે. ગુજરાતમાંથી સિંહોની જોડી પણ અહીં લાવવામાં આવી છે. એમાં 7 વર્ષનો સિંહ સમ્રાટ અને 3 વર્ષની સુનૈના છે. બંનેને અહીં રિલીઝ કરવામાં આવશે. સફારીમાં સિંહ પરિવારની સંખ્યા વધી શકે એ માટે સિંહના સંવર્ધન પર ધ્યાન આપવામાં આવશે. પાણીનાં દૃશ્યો પણ ડ્રોનમાં કેદ થયાં છે
સજ્જનગઢની તળેટીમાં જ બાયો પાર્ક બનાવવામાં આવ્યો છે. ત્યાં મોટી સંખ્યામાં સિંહો અને અન્ય ઘણાં જંગલી પ્રાણીઓ સરળતાથી જોઈ શકાય છે. આમાં મુખ્ય બારીમાંથી ટિકિટ લઈને ગોલ્ફ કાર્ટમાં જવું પડશે. શહેરમાં પાણીનો નજારો પણ ડ્રોન દ્વારા કેપ્ચર કરવામાં આવ્યો હતો, જેમાં ઉદયપુરનું પિછોલા તળાવ કાંઠે ભરાઈ ગયા બાદ સ્વરૂપ સાગર દરવાજાથી સિસરમા નદીમાં વહેતું પાણી પકડાયું હતું. જાણો મોન્સૂન પેલેસ વિશે
મેવાડ વંશના મહારાણા સજ્જન સિંહે 1884માં આ મહેલ બનાવ્યો હતો, તેથી એનું નામ સજ્જનગઢ પડ્યું. સજ્જન સિંહના અકાળે અવસાનને કારણે મહેલનું બાંધકામ બંધ થઈ ગયું હતું. આ પછી તેમના અનુગામી મહારાણા ફતેહ સિંહે મહેલનું બાંધકામ પૂર્ણ કર્યું. એવો દાવો કરવામાં આવે છે કે વરસાદનું પહેલું ટીપું આ મહેલ પર જ પડે છે. આવી સ્થિતિમાં રાજવી પરિવાર ચોમાસાની મજા માણવા અહીં આવતો હતો. એવું કહેવાય છે કે મહારાણા સજ્જન સિંહે પોતાના પૈતૃક ઘર ચિત્તોડગઢનો નજારો જોવા માટે એને પહાડીની ટોચ પર બનાવ્યો હતો. ઉદયપુરથી ચિત્તોડગઢનું અંતર લગભગ 110 કિલોમીટર છે, જોકે વધતી વસતિ અને શહેરી-ગ્રામીણ વિકાસ પછી હવે ઉદયપુર શહેર સિવાય આસપાસના ગ્રામ્ય વિસ્તારો પણ અહીંથી દેખાઈ રહ્યા છે. એ અરવલ્લી શ્રેણીના બંસદરા શિખર પર સમુદ્ર સપાટીથી 944 મીટરની ઊંચાઈ પર આવેલું છે. આ સુંદર મહેલ સફેદ આરસનો બનેલો છે. ઉદયપુર આવતા પ્રવાસીઓ અહીંથી સૂર્યાસ્ત જોવાનું ભૂલતા નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.