‘ચિંતા ના કરો, હવે તમે જ અમારો પરિવાર’:હાથરસ અકસ્માત પીડિતોના ઘરે પહોંચ્યા રાહુલ, પરિવારના સભ્યો ગળે લગાવીને રડ્યા
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી શુક્રવારે હાથરસ અકસ્માતના પીડિતોને મળ્યા હતા. પરિવારના સભ્યો તેમને ગળે લગાડીને રડી પડ્યા હતા. અકસ્માતમાં માતા ગુમાવનાર બાળકી રડી રહી હતી, તો રાહુલે તેને સંભાળી અને ગળે લગાવી હતી. કહ્યું- જરા પણ ટેન્શન ના લો, અમે તમારી સાથે છીએ. તમે બધા મારા પરિવાર છો. અમે આ મુદ્દો સંસદમાં ઉઠાવીશું. આ દરમિયાન રાહુલ જમીન પર બેસીને પીડિતોના પરિવાર સાથે વાત કરતા જોવા મળ્યા હતા. રાહુલે કહ્યું- પીડિત પરિવારો દુઃખમાં છે. આઘાત લાગ્યો છે. પીડિતોએ સ્પષ્ટ કહ્યું કે, વહીવટીતંત્રની બેદરકારીને કારણે આ અકસ્માત થયો છે. રાહુલ શુક્રવારે સવારે 5.40 વાગ્યે દિલ્હીથી નીકળ્યા હતા. રોડ માર્ગે સવારે 7 વાગે અલીગઢના પીલખાના ગામ પહોંચ્યા. આ અકસ્માતમાં મંજુ દેવી અને તેના પુત્રનું મોત થયું હતું. રાહુલે તેના પરિવાર પાસેથી અકસ્માતની માહિતી લીધી હતી. મંજુ દેવીની પુત્રીએ કહ્યું, 'રાહુલ સર કહે છે કે પાર્ટીના લોકો તમને મદદ કરશે. રાહુલ અલીગઢમાં 1 કલાક રોકાયા હતા. અહીં 3 પીડિત પરિવારોને મળ્યા. આ પછી સવારે 9 વાગે હાથરસ પહોંચ્યા. અહીંના ગ્રીન પાર્કમાં હાથરસ અકસ્માતના 4 પીડિત પરિવારોને મળ્યા. રાહુલ હાથરસમાં દોઢ કલાક રોકાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.