રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડી... રાયબરેલીથી સાંસદ રહેશે:2 કલાકની બેઠક બાદ ખડગેની જાહેરાત; પ્રિયંકા વાયનાડથી પેટાચૂંટણી લડશે - At This Time

રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડી… રાયબરેલીથી સાંસદ રહેશે:2 કલાકની બેઠક બાદ ખડગેની જાહેરાત; પ્રિયંકા વાયનાડથી પેટાચૂંટણી લડશે


કોંગ્રેસનેતા રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી રાજીનામું આપશે અને રાયબરેલીથી સાંસદ રહેશે. પ્રિયંકા ગાંધી વાયનાડથી પેટાચૂંટણી લડશે. સોમવારે કોંગ્રેસની 2 કલાકની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાહુલે પરિણામના દિવસે (4 જૂન) પ્રથમ પ્રેસ-કોન્ફરન્સમાં પણ આનો સંકેત આપ્યો હતો. તેમણે યુપીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો, પરંતુ 12 જૂને જ્યારે રાહુલ મતદારોનો આભાર માનવા માટે વાયનાડ આવ્યા હતા. ત્યારે તેમણે કહ્યું- હું મૂંઝવણમાં છું. મારે કઈ બેઠક રાખવી જોઈએ અને કઈ બેઠક છોડી દેવી જોઈએ? હું આશા રાખું છું કે હું જે પણ નિર્ણય લઈશ, બધા એનાથી ખુશ થશે. અમેઠીના સાંસદે કહ્યું- રાહુલે રાયબરેલી બેઠક રાખવી જોઈએ
અમેઠીના કોંગ્રેસના સાંસદ કેએલ શર્માએ કહ્યું- મારો મત છે કે તેમણે (રાહુલ ગાંધી) રાયબરેલીની બેઠક પોતાની પાસે રાખવી જોઈએ. તેમનાં પિતા અને માતા બંને અહીંથી ચૂંટણી લડ્યાં હતાં. રાહુલ ગાંધી સમગ્ર ભારતમાંથી ચૂંટણી લડી શક્યા હોત, પરંતુ લોકશાહીમાં વ્યક્તિ પાસે એક જ બેઠક રહી શકે છે. શું છે નિયમ​​​​​​?
બંધારણ હેઠળ કોઈ વ્યક્તિ એકસાથે સંસદનાં બંને ગૃહો અથવા સંસદ અને રાજ્ય વિધાનસભાનો સભ્ય ન હોઈ શકે તેમજ તે એક ગૃહમાં એક કરતાં વધુ બેઠકનું પ્રતિનિધિત્વ કરી શકે નહીં. બંધારણની કલમ 101 (1) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 68 (1) હેઠળ, જો કોઈ જનપ્રતિનિધિ બે બેઠક પરથી ચૂંટણી જીતે છે, તો તેણે ચૂંટણી પરિણામ જાહેર થયાના 14 દિવસની અંદર એક બેઠક ખાલી કરવાની રહેશે. જો તે કોઈ એક બેઠક ન છોડે તો તેની બંને બેઠક ખાલી થઈ જાય છે. 8 પોઈન્ટ, શા માટે રાહુલ રાયબરેલી સીટ પસંદ કરશે પ્રિયંકાનો કેમ્પ ઈચ્છતો હતો કે રાહુલ વાયનાડ ન છોડે
સૂત્રોનું કહેવું છે કે પ્રિયંકા ગાંધીના કેમ્પના કેટલાક લોકો ઇચ્છતા હતા કે રાહુલ વાયનાડમાં રહે અને પ્રિયંકા રાયબરેલીથી પેટાચૂંટણી લડે. દક્ષિણે હંમેશાં કોંગ્રેસને તેના ખરાબ સમયમાં સાથ આપ્યો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી બે સીટો પરથી ચૂંટણી લડ્યા હતા. અમેઠીથી ચૂંટણી હારી, વાયનાડથી જીતી. રાહુલ માટે યુપીમાં રહેવું જરૂરી
પ્રતાપગઢની રામપુર ખાસ સીટના કોંગ્રેસ ધારાસભ્ય આરાધના મિશ્રાએ કહ્યું- ચૂંટણી પરિણામો પછી મળેલી મિટિંગમાં અમે કહ્યું છે કે રાહુલ ગાંધી રાયબરેલી લોકસભા સીટ પર જ રહે. આ સાથે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ વધુ મજબૂત બનશે. યુપીમાં 2027માં વિધાનસભાની ચૂંટણી પણ છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીનું અહીં રહેવું ખૂબ જ જરૂરી છે. આમ પણ રાયબરેલી માત્ર એક બેઠક નથી, ઉત્તરપ્રદેશના લોકોની ભાવનાઓ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલી છે. લોકસભા સીટ છોડવાના આ છે નિયમો...
• જો કોઈ સભ્ય લોકસભા અથવા કોઈપણ બેઠક પરથી રાજીનામું આપવા માગે છે, તો તેણે રાજીનામું ગૃહના અધ્યક્ષને મોકલવું પડશે. • જો નવી સંસદની રચનામાં કોઈ સ્પીકર અથવા ડેપ્યુટી સ્પીકર ન હોય, તો આવી સ્થિતિમાં ઉમેદવાર દ્વારા રાજીનામું પત્ર ચૂંટણીપંચને સુપરત કરવામાં આવે છે. • આ પછી ચૂંટણીપંચ દ્વારા રાજીનામાના પત્રની એક નકલ ગૃહના સચિવને મોકલવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.