સાબરકાંઠા જિલ્લામાં ધોરણ - ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા આગામી ૨૪ જૂન થી ૬ જુલાઇએ યોજાશે - At This Time

સાબરકાંઠા જિલ્લામાં ધોરણ – ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા આગામી ૨૪ જૂન થી ૬ જુલાઇએ યોજાશે


સાબરકાંઠા જિલ્લામાં ધોરણ - ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા આગામી ૨૪ જૂન થી ૬ જુલાઇએ યોજાશે

*******
ધોરણ ૧૦ અને ૧૨ ના કુલ ૬૬૬૩ વિદ્યાર્થીઓ આ પૂરક પરીક્ષા આપશે.
*******
૩ કેન્દ્રો પર ૧૭ બિલ્ડીંગ ના ૧૬૩ બ્લોક પર પરીક્ષા યોજાશે.
******

સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પૂરક પરીક્ષાના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેકટર શ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ.

સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત માધ્યમિક એ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર દ્રારા તા.૨૪/૦૬/૨૦૨૪ થી ૦૬/૦૭/૨૦૨૪ સુધી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ (સા.પ્ર/વિ.પ્ર) ની પુરક પરીક્ષા યોજાશે.

જિલ્લામાં ધોરણ-૧૦ ની પુરક પરીક્ષા ૧ કેંદ્રોના ૧૦ બિલ્ડીંગ ના ૯૫ બ્લોક ખાતે ૪૨૪૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા ૧ કેંદ્રોના ૨૧ બ્લોક પર ૧૪૭૧ વિદ્યાર્થી જ્યારે વિજ્ઞાન પ્રવાહના ૧ કેંદ્રોના પાંચ બ્લોક પર ૯૪૭ પરીક્ષાર્થી પરીક્ષા આપશે.

આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી મીતાબેન ગઢવી, એસ ટી વિભાગના અધિકારી, યુજીવીસીએલ ના અધિકારી, પોલીસ તેમજ શિક્ષણ વિભાગના અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.