જસદણ તાલુકાના બરવાળા ગામમાં સેવા રૂડી સંગઠન જસદણ ટીમ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક કાર્યક્રમ કરવામા આવ્યો
જસદણ તાલુકાના બરવાળા ગામમાં સેવા રૂડી સંગઠન જસદણ ટીમ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક કાર્યક્રમ કરવામા આવ્યો
જસદણ તાલુકાના બરવાળા ગામમાં તારીખ 1/9/2022 ગુરુવારે સેવા રૂડીસંગઠનજસદણ ટીમ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક કાર્યક્રમ કરવામા આવ્યો આ કાર્યક્રમ સેવાસંગઠનના આગેવાન બહેન ડાભી સોનલબેન અને ડાભી મીનાબેન દ્વારા સિંગલયુજ પ્લાસ્ટિક જે વર્ષો સુધી જમીન માં રહેવા સતા પણ ભળતુ નથી અને જમીન નું પ્રદુષિત કરતું રહે છે. આ પડકાર રૂપી પ્રશ્નનો ઉકેલ લાવવા રવિભાઈ દુધરેજીયા જે જસદણ ટીમ લીડર છે જેમને એક વિસાર આવ્યો કે પ્લાસ્ટિક નું કલેક્સન ડોર ટુ ડોર લેવામાં આવે અથવા વેસ્ટ પ્લાસ્ટિક ના બદલા માં વૃક્ષ આપી અને પર્યાવરણ નું જતન પણ થાય અને સિંગલયુજ પ્લાસ્ટિક નો નિકાલ પણ થાય આ વિસાર ને સાર્થક કરવા અમને માહિતી આપી કે આપડે આવુ કંઈક નવીન કરી અને પર્યાવરણ ના જતન માટે આપણું યોગદાન આપી શકીયે આ કાર્યક્રમ માં સેવા રૂડી સંગઠન ના આગેવાન બહેન ડાભી જેતુંબેન, ધનીબેન હાંડા, રતનબેન, મૂકતા બેન, સુમિતાબેન, ભાનુબેન નાગડકિયા, વર્ષા બેન ડાભી વગેરે બહેનો હાજર હતા.તેમને બહેનો અને બાળકો સાથે સાપ સીડી રમત રમાડવામાં આવી હતી અને રમત વડે પાણી નું મહત્વ સમજે અને જરૂરિયાત મુજબ પાણી નો ઉપયોગ કરે ત્યારબાદ સિંગલ યુઝ પ્લાસ્ટિક કાર્યક્રમ કરવામા આવ્યો જેમા બહેનો વેસ્ટ પ્લાસ્ટિક નો કચરો ભેગો કરીને લઈને આવ્યા અને એક વૃક્ષ ભેટ સ્વરૂપે આપી બહેનો ને પ્રોત્સાહિત કર્યા હતા આનાથી બહેનો મા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે વૃક્ષ નું મહત્વ સમજે સિંગલયુજ પ્લાસ્ટિક નો યોગ્ય નિકાલ કરીયો હતો.
"વૃક્ષો વાવો પૃથ્વી બચાવો ",
એક વિશ્વ એક પર્યાવરણ ", "જંગલ પૃથ્વી ના ફેફસાં વૃક્ષોને બચાવો, પૃથ્વી ને બચાવો "
વગેરે નારા બોલી બહેનો ને માહિતગાર કર્યા
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.