મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના કોયલા ગામ ખાતે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઇ
મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના કોયલા ગામ ખાતે જિલ્લા ક્લેક્ટર નેહા કુમારીના અઘ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઈ હતી. ગ્રામસભામાં કોયલા અને આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા અને યોજનાકીય બાબતો અને પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી. આ સાથે સ્થળ પર જ વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. ગ્રામસભાએ સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે. લોકોના દ્વારે પ્રજાના પ્રશ્નો સાંભળવા અને મુશ્કેલીઓ દૂર કરવા રાત્રી ગ્રામસભાઓ યોજવામાં આવે છે. આ ગ્રામ સભામાં સંકલનના તમામ અધિકારીઓએ તેમના વિભાગને લગતી યોજનાઓની માહિતી લોકોને આપી હતી. કલેકટર દ્વારા ગ્રામ લોકો સાથે સંવાદ સાધી વિવિધ પ્રશ્નોનું સ્થળ ખાતે નિરાકરણ લાવવા સબંધિતોને સૂચનાઓ આપી હતી. આ સાથે સરકારશ્રીની ચાલતી વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કર્યા હતા.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.