જિલ્લામાં લુપ્ત થતી વારલી પેન્ટીંગની કળા ફરીથી ઝળકી, નેત્રંગ નગર ના એક વિદ્યાર્થી ને વારલી પેઇન્ટિંગ આર્ટ કરી વલ્ડ રેકોર્ડ બનાવ્યો, - At This Time

જિલ્લામાં લુપ્ત થતી વારલી પેન્ટીંગની કળા ફરીથી ઝળકી, નેત્રંગ નગર ના એક વિદ્યાર્થી ને વારલી પેઇન્ટિંગ આર્ટ કરી વલ્ડ રેકોર્ડ બનાવ્યો,


ગુજરાત માં વારલી પેન્ટીંગ દક્ષિણ ગુજરાતમાં જોવા મળતી વારલી સમાજ દ્વારા શોધાયેલી ચિત્રકળા છે. તેમના દ્વારા જીવનના વિવિધ પ્રસંગોને ખાસ પ્રકારના ચિત્રો થકી દિવાલ પર અંકિત કરવાની કળાને વારલી પેન્ટીંગનું નામ અપાયું છે.

પ્રાચીન સમયમાં શુભ પ્રસંગોમાં વારલી સમાજ દ્વારા ચોખાના લોટમાં ગુંદર મિક્સ કરી લિપણવાળી દિવાલો પર ખાસ વારલી પેન્ટીંગ કરવામાં આવતું હતુ. જેમાં ખાસ કરીને માનવકૃતિને અંકિત કરી વિવિધ પ્રસંગોનું ચિત્રણ કરવામાં આવે છે. આ પ્રકારની પેન્ટીંગ વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત જ નહી, પરંતુ ગુજરાતભરમાં ફરીથી પ્રચલિત બની છે.

ત્યારે નેત્રંગ નગર માં ચાલતા બેસ્ટ ડ્રોઈંગ ક્લાસ અંતર્ગત ડ્રોઈંગ ક્લાસ ના વિદ્યાર્થી વૈષ્ણવ ક્રિશ રાજુદાશ દ્વારા વારલી આર્ટ ને એક નવો અવતાર આપી વર્લ્ડ બુક રેકોર્ડ મા પોતાનું નામ રેકોર્ડ કરાવ્યું હતું, ત્યારે પરિવાર સહિત સમગ્ર નેત્રંગ નગર માં ખુશી ની લહેર જોવા મળી હતી,


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.