રાજુલાના ખાખબાઈ ગામે બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન
આયુષ્માન ભવ: અભિયાન કાર્યક્રમ અંતર્ગત ઈમરજન્સી સમયે સરળતાથી બ્લડ મળી રહે તેના ભાગ રૂપે રાજુલા તાલુકાના ખાખબાઈ ગામે સ્વ.લીલીબેન અરજણભાઈ બલદાણીયાની ઉત્તરક્રિયા નિમિત્તે આરોગ્ય વિભાગના સહયોગ સાથે બ્લડ ડોનેશન કેમ્પનુ સુંદર આયોજન આહિર સમાજની વાડી ખાતે કરવામા આવેલ.જેમા નવકાર ચેરીટેબલ બ્લડ બેન્ક દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયા દ્વારા સુંદર કામગીરી કરાતી હોય મોમેન્ટો આપી સન્માનિત કરવામા આવેલ.
આયોજીત બ્લડ ડોનેશન કેમ્પમા ધીરુભાઈ અરજણભાઈ બલદાણીયા,કાળુભાઈ સીદીભાઈ,જોધાભાઈ સીદીભાઈ બલદાણીયા,ડૉ.દિનેશભાઈ કલસરીયા,સનાભાઈ મકવાણા,પી.ડી.ચૌહાણ,હિતેષભાઈ કવાડ,શૈલેષભાઈ ખસિયા તેમજ ગ્રામજનો અને મહેમાનો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લઈ ટોટલ ૩૧ લોહીની બોટલ એકત્રીત કરી ઈમરજન્સીના સમયે સરળતાથી લોકોને બ્લડ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે રામભાઈ કામળીયાના હસ્તે નવકાર ચેરીટેબલ ટ્રસ્ટ બ્લડ બેન્ક મહુવાને સમર્પિત કરી અનેરું યોગદાન આપેલ તેમજ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સનાભાઈ મકવાણા દ્વારા આરોગ્ય કેન્દ્ર ખાતે સુંદર કામગીરી કરવામા આવી રહી છે જે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયાની યાદીમા જણાવેલ છે.
રીપોર્ટ આસિફ કાદરી રાજુલા
7575861386
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.