દીકરો અને દીકરી બંને એક સમાન. - At This Time

દીકરો અને દીકરી બંને એક સમાન.


દીકરો અને દીકરી બંને એક સમાન.

રાજુલામાં અનોખા લગ્ન દીકરીનો નીકળ્યો વરઘોડો જાફરાબાદ શહેરની મુખ્ય બજારમાં દીકરીનો વરઘોડો.

દીકરાનો તો વરઘોડો નીકળે પરંતુ દીકરીનો પણ વરઘોડો નીકળતા લોકો જોવા ઉમટી પડ્યા.

રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની દીકરીના લગ્ન પ્રસંગે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો સમાજને એક નવો રાહ ચીંધ્યો કે દીકરો અને દીકરી એક સમાન છે

ગુજરાત અને ભારતમાં સરકાર દ્વારા મહિલાઓને પ્રોત્સાહન આપવા 33% મહિલા અનામત લાવ્યા છે ઉપરાંત લોકસભામાં સહિતના વિવિધ બાબતોમાં જ્યારે મહિલાઓને પ્રાધાન્ય આપી અને મહિલાઓ સંબંધિત અનેક યોજનાઓ ચાલી છે ત્યારે રાજુલામાં દીકરો દીકરી એક સમાન હોવાનું જોવા મળ્યું હતું અને સમાજને એક નવો રાહ ચીંધતુ કાર્ય કરવામાં આવ્યું હતું દીકરી ના લગ્ન પ્રસંગે તેનો વરઘોડો કાઢે અને દીકરો દીકરી એક સમાન હોવાનું સૂત્ર સાર્થક કર્યું હતું

જાણવા મળતી વિગત મુજબ રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ની સુપુત્રી ચંચલબેનના લગ્ન પ્રસંગે જાફરાબાદ ખાતે મુખ્ય બજારમાં દીકરીને આગવા ઠાઠ. માંઠથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો જાફરાબાદની મુખ્ય બજારોમાં દીકરીનો વરઘોડો નીકળતા શહેરીજનો પણ જોવા ઉમટી પડ્યા હતા.

આ બાબતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હવે એ યુગ વયો ગયો છે કે દીકરો અને દીકરી અલગ છે દીકરો દીકરી એક સમાન છે સરકાર પણ મહિલાઓને પ્રોત્સાહન આપી રહ્યુ છે ત્યારે દીકરીનો પણ મેં વરઘોડો કાઢી અને સમાજને દીકરો દીકરીને એક સમાન રાખવા માટે અપીલ કરી છે આ વરઘોડામાં બોહળી સંખ્યામાં જાફરાબાદના શહેરીજનો જોડાયા હતા.

રિપોર્ટ - મહેશ વરુ - રાજુલા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.