હિંમતનગર એ ડીવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતી મારૂતિ સુઝુકી અલ્ટો ગાડી તથા દારૂ અને બીયર વિગેરે મળી કુલ
હિંમતનગર એ ડીવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતી મારૂતિ સુઝુકી અલ્ટો ગાડી તથા દારૂ અને બીયર વિગેરે મળી કુલ કિં.રૂ.૩,૪૩,૬૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા.....
-------------------------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-:
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠાનાઓએ સાબરકાંઠા જીલ્લામાં દારૂ-જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવી નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે અનિરુદ્ધસિંહ.જી.રાઠોડ પોલીસ ઈન્સલ એલ.સી.બી.નાઓએ સતત માર્ગદર્શન અને સુચના પુરી પાડેલ જેના ભાગરૂપે એસ.જે.ચાવડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા એલ.સી.બી.સ્ટાફના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ,ચાંપાભાઇ તથા આસિસ્ટન્ટ પોલીસ હેડ કોન્સ્ટેબલ સનતકુમાર,કમલેશસિંહ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઇ,અમરતભાઇ,ધવલકુમાર,વિજયકુમાર,અનિરુધ્ધસિંહ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ વિગેરે સ્ટાફના માણસોની ટીમ બનાવેલ.ઉપરોક્ત ટીમના માણસો તા.૧૬/૧૨/૨૦૨૩ નારોજ હિંમતનગર એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા..
તે દરમ્યાન સહકારી જીન તરફ જતાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિક્રમસિંહનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની મારૂતિ સુઝુકી કંપનીની અલ્ટો ગાડી નં.GJ-09-BL-0455 નીમાં બે ઇસમો હિંમતનગર હોન્ડા શો-રૂમની પાછળ ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી રાખી વેચાણ કરે છે" જે બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ જતાં એક સફેદ કલરની મારૂતિ સુઝુકી કંપનીની અલ્ટો ગાડી નં.GJ-09-BL-0455ની ઉભી હોઇ તેમાં બે ઇસમો બેસેલ હોઇ તેઓને નીચે ઉતારી ચેક કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો ભરેલ હોઇ..
જે મારૂતિ સુઝુકી કંપનીની અલ્ટો ગાડી નંબર-GJ-09-BL-0455 3.३. 3,00,000/-માં ભરેલ પ્રોહી મુદ્દામાલ બોટલ નંગ-૫૧ કિં.રૂ. ૩૭,૬૫૦/-તથા મોબાઇલ ફોન નંગ-૩ કિં.રૂ.૬૦૦૦/-મળી કુલ્લે કિ.રૂ.૩,૪૩,૬૫૦/-નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ હિંમતનગર એ ડીવીઝન સી ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૬૨૩૧૦૧૬/૨૦૨૩ ધી ગુજરાત પ્રોહિ એકટ કલમ-૬૫એઇ,૮૧ મુજબનો પ્રોહી ગણનાપાત્ર કેસ કરવામાં આવેલ છે.પકડેલ આરોપીઓ વોન્ટેડ જેમાં શ્રેણીકકુમાર ઉર્ફે ભોલાભાઇ બાબુલાલ વિરચંદ શાહ ઉ.વ-૪૯,રહે-૩૪,લાભ બંગ્લોઝ, હિંમતનગર મેડીકલ કોલેજની સામે,ગઢોડા રોડ તા.હિંમતનગર...,કેવલકુમાર શ્રેણીકકુમાર બાબુલાલ શાહ ઉ.વ-૧૯,રહે-૩૪,લાભ બંગ્લોઝ, હિંમતનગર મેડીકલ કોલેજની સામે, ગઢોડા રોડ તા.હિંમતનગર...,પકડવાના બાકી આરોપીઓ વોન્ટેડ-રાજસ્થાનનો ડી.કે.નામના માણસ નામ ઠામ મળી આવેલ નથી (પ્રોહી મુદ્દામાલ લાવી આપનાર).
રિપોર્ટર-:
શાહબુદ્દીન શિરોયા
સાબરકાંઠા.....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.