યુઆઈડીએઆઈ તંત્ર અને ઈન્ડિયા પોસ્ટ વચ્ચે પિસાતી પ્રજા સામાન્ય આધારકાર્ડ માં સુધારા કરાવવા માટે અમુક મહિનાથી રાહ જોઈ રહી છે - At This Time

યુઆઈડીએઆઈ તંત્ર અને ઈન્ડિયા પોસ્ટ વચ્ચે પિસાતી પ્રજા સામાન્ય આધારકાર્ડ માં સુધારા કરાવવા માટે અમુક મહિનાથી રાહ જોઈ રહી છે


લાકડિયા માં આધાર કાર્ડની કામગીરી ઉપર અનેક પ્રકારના સવાલો ઉદભવી રહ્યા છે તેવા સંજોગોમાં આધાર કાર્ડ હાલમાં તમામ સરકારી લાભો માટે આધાર કાર્ડ ફરજિયાત જેવું છે તે ઉપરાંત બેંકમાં ખાતું ખોલાવવું અથવા કોઈપણ કામ હોય અને સરકારી કામકાજ હોય તો તેમાં આધાર કાર્ડ ફરજિયાત જેવું હોય છે આવા સંજોગોમાં આધાર કાર્ડ માં આપેલી તમામ વિગત સાચી હોવી પણ જરૂરી છે.
જ્યારે આધાર કાર્ડની કામગીરી કરવામાં આવતી હતી ત્યારે આધાર કાર્ડ કાઢવા અંગે અરજદારોને કેટલીક ભૂલો હોય છે તે ભૂલો સુધારવા માટે જ્યાં સિસ્ટમ ફાળવવામાં આવી છે ત્યાં અરજદારો જતા હોય છે આવા સંજોગોમાં લાકડિયા પોસ્ટ ઓફિસ માં પણ એક આધાર કાર્ડ સુધારા અંગેની સિસ્ટમ ફાળવવામાં આવી છે પરંતુ આ સિસ્ટમ છે ઘણા મહિનાથી બંધ હાલતમાં છે અને લોકોને આધાર કાર્ડ સુધારવા માટે ધક્કા ખાવા પડી રહ્યા છે.

આધારકાર્ડમાં સુધારા, મોબાઈલ નંબર અપડેટ કરવો,આધાર કાર્ડ અપડેટ કરવું જેવા તમામ પ્રકારના કામો થતા હોય છે કેટલાક મહિના થી આધાર કાર્ડ સિસ્ટમ માં સોફ્ટવેર જેવી તકનીકી ખરાબી સર્જાઈ છે અમુક મહિનાથી લાકડિયા પોસ્ટ ઓફિસ માં થતી આધાર કાર્ડની કામગીરી અટકી પડી છે. ત્યારે સવાલ એ છે કે આ મામલે અરજદારો દ્વારા ભુજ હેડ ઓફિસ માં પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે
આધાર કાર્ડની કામગીરી છેલ્લા કેટલાક મહિનાથી બંધ હાલતમાં છે જવાબદાર કોણ તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે.

કોઈપણ દસ્તાવેજિક પુરાવો કઢાવવા તથા સરકારી દાખલાઓ મેળવવા તેમ જ સરકારી યોજના નો લાભ લેવા માટે આધારકાર્ડ વેરિફિકેશન જરૂરી હોય છે

અત્યાર ની પરિસ્થિતિમાં આધારકાર્ડ એક સામાન્ય સરકારી દસ્તાવેજિક પુરાવો બની ચૂક્યો છે કોઈપણ જગ્યાએ આધાર કાર્ડ જરૂરી છે ખાસ કરી અને ગર્ભવતી સ્ત્રીઓને સરકારી યોજનાના લાભ મળી રહે તેવા ભરાતા ફોર્મ તેમજ નાના બાળકોને સરકાર દ્વારા જે સહાય આપવામાં આવે છે તે આંગણવાડી થી લઈને દરેક જગ્યાએ તમામ પ્રકારે આધાર કાર્ડ ની જરૂર પડતી હોય છે ત્યારે આ. અમુક મહિનાથી નાના બાળકોને લઈ અને મહિલાઓ આધાર કાર્ડ કઢાવવા અને તેમાં સુધારા કરાવવા માટે લાકડિયા પોસ્ટ ઓફિસ ખાતે ધક્કા ખાઈ રહી છે ત્યારે ઈન્ડિયા પોસ્ટ વિભાગ દ્વારા યોગ્ય નિર્ણય લઈ અને સત્વરે આ કામગીરી ચાલુ કરે તેવી માંગ ઉઠી છે

આ માટે ઈન્ડિયા પોસ્ટ હેડ ઓફિસ જવાબદાર કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા કોણ તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે.

ક્યારે શરૂ થશે આધાર કાર્ડની કામગીરી અરજદારો તંત્રને સવાલ પૂછી રહ્યા છ

હાલની પરિસ્થિતિ મુજબ લાકડિયા ગ્રામ્ય વિસ્તારમાં એકમાત્ર આધારકાર્ડ કાઢવાની અને સુધારા કરવા અંગેની કીટ લાકડિયા પોસ્ટ ઓફિસ માં ચાલુ છે આમ ખાનગી રૂએ પણ આવી કીટો ફાળવવામાં આવી છે પરંતુ સામાન્ય બાબતે આધારકાર્ડમાં ભૂલ થાય તો ઉપરથી રિજેક્ટ થતી હોય છે એટલે અમુક પ્રકારની કીટો બંધ હાલતમાં છે માત્ર પોસ્ટ ઓફિસ માં કીટ ચાલુ છે અને ત્યાં નિયમિતપણે કામ પણ થતું હતું પરંતુ છેલ્લા અમુક મહિનાઓ થી આધાર કાર્ડની કામગીરી અટકી છે અને લોકો અમુક મહિનાથી ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે હવે ક્યારે શરૂઆતની કામગીરી થશે તે સવાલ તંત્ર સમક્ષ પૂછી રહ્યા છે ત્યારે માત્ર જવાબમાં સ્ટાફ દ્વારા યોગ્ય જવાબ મળી રહ્યો છે પણ હાલમાં અરજદારો જણાવી રહ્યા છે. કે તે ઉપરથી આ હેડ ઓફિસ દ્વારા આ સમસ્યા દૂર કરવા માં આવે અને સત્વરે સેવા ચાલુ કરવા માં આવે

રિપોર્ટ : પ્રકાશ શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો :9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.