લૉ હવે સિહોર નગરપાલિકા પાસે રીપેરીંગ માટે 200 રૂપિયા નથી, જયદીપે વાધેલા લાઈન રીપેરીગ માટે ફાળો કર્યો - At This Time

લૉ હવે સિહોર નગરપાલિકા પાસે રીપેરીંગ માટે 200 રૂપિયા નથી, જયદીપે વાધેલા લાઈન રીપેરીગ માટે ફાળો કર્યો


સિહોર નગરપાલિકા હવે ખાડે પડવામાં આજે કઈ બાકી રહ્યું
નથી. જ્યારથી શાસન વહીવટદાર પાસે ગયું છે ત્યારથી લોકોને આશા
બંધાણી હતી કે હવે સરકાર પોતે વહીવટ કરશે તો કંઈક અટકેલા પડતર
કામો ઉકેલાશે પણ તેના બદલે ઊલટું જ થયું ને વહીવટ કથળી ગયો.
નોકરીના કૌભાંડો હોય કે પગાર ના લોચા હોય ગંદકીઅને ગટર ની તો વાત જ નહીં
પૂછવની ને પાણીના પ્રશ્ન તો જેમ ના તેમ જ પડ્યા રહ્યા છે. હવે તો એ
હાલત આવી ને ઉભી રહી ગઈ છે કે નગરપાલિકા પાસે સામાન્ય બસો
ત્રણસો રૂપિયાના સામાન્ય ખર્ચ માટે પણ ફાંફા પડી ગયા છે. સિહોરના
વોર્ડ 7 સાત માં આવેલ રાજગોર શેરી પરમાર શેરી પંડ્યા શેરી ધોબી
શેરી વગેરે વિસ્તારમાં બોરના પાણીના છેલ્લા પાંચ સાત દિવસથી ધાધિયા
હતા જેને લઈને વિસ્તારમાં રહેતા રહીશો દ્વારા પાલિકાને રજુઆત કરતા
ત્યાંથી હાલ પૈસાની કટોકટી ના લીધે રીપેરિંગ કરવામાં આવતું નથી તે
જાણવા મળેલ ત્યારે અહીંના વિસ્તારમાં રહેતા જાગૃત યુવક જયદીપભાઈ
વાઘેલા દ્વારા આસપાસ માં ઘરમાં જઈ ને રીપેરીંગ માટે થઇને પૈસાનો ફાળો
ઉઘરાવી નગરપાલિકા પોહચી ગયા હતા. ત્યાં જઈને રીપેરીંગ ના પૈસા
આપીને બોરની તૂટેલી લાઇન રીપેરીંગ કરી આપવા માટે રજુઆત.કરતા
અને પૈસા જમા કરવા અંગે વાતાવરણ તંગ બની ગયું હતું. સમગ્ર મામલે
ઇ.ચીફ ઓફિસર નીતિન પંડ્યા સુધી વાત પોહચી જતા તેને જણાવેલ અને
રીપેરીગ મેંન ને ખખડાવી જણાવેલ કે માલ સમાન અંગે રિપોર્ટ મુક્યો નથી આમ
ને આમ પાલિકાની આબરૂ કાઢી રહ્યા છો. સાથે જ અરજદાર
જયદીપભાઈ ને બે દિવસમાં રીપેરીંગ અંગે ખાતરી આપી હતી. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.