ગોરસર ગામે આજે યોજાયેલ ખેલગાંવ રમતગમત સ્પર્ઘામાં શ્રી ભોરાસર સીમ શાળા ના ખો ખો કુમાર અને કન્યા બન્ને ટીમ જિલ્લા કક્ષાએ પ્રથમ વિજેતા
સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને આકર્ષક ટ્રોફી,મેડલ,પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર અપાયા*
ગોસા(ઘેડ) પોરબંદર તા.૨૮/૦૧/૨૦૨૪
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત રાજ્ય ગાંધીનગર આયોજિત અને જિલ્લા રમત વિકાસ અધિકારી પોરબંદર દ્રારા સંચાલિત ખેલ મહાકુંભ ૨.૦નું કલેકટર,પોરબંદર સાંસદ રમેશ ધડુક ઘેડ વિકાસ સમિતિના પ્રમુખ લીલભાઈ પરમાર સહિતના ની ઉપસ્થિતમાં આયોજન કરવામાં આવેલ હતુ.. જેમાં ૮ જેટલી વિવિધ સ્પર્ધાઓ ૨૦૦૦ જેટલા ખેલાડીઓએ ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો. જેમા શ્રી ભોરાસર સીમ શાળા રાણાવાવની કુમાર અને કન્યા એમ બન્ને ખો-ખો ની ટીમોએ ઉત્કુષ્ઠ પ્રદર્શન કરી પોરબંદર જીલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા ભોરસર સીમ શાળાનું ગૌરવ વધારતાં શુભેચ્છાઓ પાઠવાઈ છે.
ગોરસર ગામે આજ રોજ તા. ૨૮/૦૧/૨૦૨૪ ને રવિવારના ક્રીડાંગણ મેદાન, મોચા ગોરસર ખાતે ડી. એલ.એસ.એસ. સાંદીપનિ ગુરુકુળ, પોરબંદરના આયોજન હેઠળ કબડ્ડી,ખો-ખો. એથ્લેટીક્સ, યોગાસનો, વોલીબોલ, વિગેરે વિવિધ રમત ગમત ની સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં ખો-ખો ની સ્પર્ધા રાખવામાં આવેલ હતી. તેમાં અંડર ૧૪ વય જૂથના શ્રી ભોરાસર સીમ શાળા રાણાવાવની કુમાર અને કન્યા એમ બન્ને ટીમ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબરે વિજેતા તેમજ કબ્બડી ભાઈઓની ટીમ જીલ્લા કક્ષાએ ત્રીજો નંબરે વિજેતા થતાં જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી શ્રી ડૉ. મનીષ ઝીલડીયા, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વિનોદ પરમાર, શાળાના આચાર્ય લાખાભાઈ ચુંડાવદરા અને શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ વિજયભાઈ જમરિયાએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવેલ છે.
ખો-ખો કુમાર ટીમમાં અંકિત જોષી, અર્જુન કટારીયા, રવી શિંગડીયા, ડામરા અવિનાશ, પ્રદીપ મોકરિયા, પાર્થ ચુંડાવદરા, વરુણ મોકરિયા, વિરાજ બાપોદરા, અર્પિત જોષી, પ્રતીક જમરિયા, નૈતિક એરડા અને વિરાટ મરદનીયા એ જ્યારે ખો ખો કન્યામાં પૂજા ઘુમલિયા, નીલમ બાપોદરા, ઓડેદરા બંશરી, કુછડિયા અશ્મિ, ઓડેદરા દિયા, ભૂવા ઉર્વશી, બાપોદરા ધારા, ટુકડીયા નેહલ, ટુકડીયા વેદિકા, ભૂવા પિયા, જોષી પ્રાચી, જોષી આસ્થા એ ભોરાસર સીમ શાળા રાણાવાવ વતી ભાગ લીધેલ છે. તેમજ શ્રી ભોરાસર સીમ શાળા કબડીની ટીમમાં શ્રી ભોરાસર સીમ શાળા રાણાવાવ ના દિક્ષિત મોકરિયા, સામળા ભરત, સિદ્ધપુરા વિર, નિલેશ ભયડીયા, અભય મોઢવાડીયા, રામ ઓડેદરા, ધ્રુવ મોકરિયા, ફાઈઝાન મલેક, નિલેશ ઓડેદરા, શ્યામ ઓડેદરા, ધ્રુવ બાપોદરા, કેવલ કદાવલા એ ભાગ લીધેલ છે.
છેલ્લા ઘણા વર્ષોથી શ્રી ભોરસર સીમ શાળા રાણાવાવ ની ખો-ખો ની બન્ને ટીમ જ જિલ્લા કક્ષાએ વિજેતા બન્ને છે જિલ્લા કક્ષાએ વિજેતા ટીમ અંગે આચાર્યશ્રી લાખાભાઈ ચુંડાવદરા એ જણાવેલ કે રમત ગમત ને આ શાળાએ ઇનોવેશનના સ્વરૂપે લીધેલ છે. દરરોજ વિદ્યાર્થીઓ રિશેષમાં ખો-ખો અને અન્ય રમતો શિક્ષકોની હાજરીમાં રમતા હોય છે. શિક્ષકો ઘણા ઈનોવેશન કરતા હોય છે ત્યારે આ શાળાએ રમત ગમત ક્ષેત્રે રિશેષમાં વિશેષ કરી, સમયનો સદુપયોગ કરી, વિદ્યાર્થીઓ તોફાન ના કરે અને શરીરનું ઘડતર થાય તેમજ સ્પોર્ટ્સમાં રસ દાખવી આગળ વધે એ માટે ઉત્કૃષ્ઠ ઇનોવેશન કરેલ છે. જેને લીધે ખો ખો ના તમામ વિદ્યાર્થીને તાલુકા કક્ષાના રૂપિયા ૧,૦૦૦ અને જિલ્લા કક્ષાના રૂપિયા ૩,૦૦૦ એમ કુલ રૂપિયા ૪,૦૦૦ ઈનામ મળશે. તેમજ કબડી ટીમના દરેક ખેલાડીને તાલુકા કક્ષાના ૫૦૦ અને જિલ્લા કક્ષાના ૧૦૦૦ એમ મળી ૧૫૦૦ રૂપિયા ઇનામ મળશે.. તમામ વિધાર્થીઓને કુલ મળીને રૂપિયા ૧,૧૪,૦૦૦ (એક લાખ ચૌદ હાજર) મળશે. આ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરે એ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
પ્રેસરિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.