યુનિવર્સિટીનું 189 કરોડનું બજેટ, વિદ્યાર્થીઓ માટે માત્ર 6.43 કરોડ! - At This Time

યુનિવર્સિટીનું 189 કરોડનું બજેટ, વિદ્યાર્થીઓ માટે માત્ર 6.43 કરોડ!


લાઇબ્રેરી માટે 97 લાખ, વિદ્યાર્થી વિકાસ માટે 66 લાખની જોગવાઈ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું 189.61 કરોડનું બજેટ સિન્ડિકેટની બેઠકમાં સર્વાનુમતે મંજૂર કરી દેવામાં આવ્યું છે. સામાન્ય રીતે કોર્પોરેશન, જિલ્લા પંચાયત, પીજીવીસીએલ, શિક્ષણ વિભાગ, રેલવે સહિતના મોટાભાગના સરકારી વિભાગ પોતાના નવા હિસાબી વર્ષનું અંદાજિત બજેટ જનતા માટે પણ જાહેર કરતું હોય છે પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે જાણે મોટાભાગના વહીવટ ખાનગી રીતે એન્ટી ચેમ્બરમાં કરવામાં આવી રહ્યા હોય એમ યુનિવર્સિટીનું વર્ષ 2023-24ના વર્ષનું બજેટ પણ ખાનગી રીતે સિન્ડિકેટની મિટિંગમાં રજૂ કરી દઈને મંજૂર પણ કરી દેવાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.