જિલ્લામાં ભ્રષ્ટાચારની બોલબાલા, પાલનપુરમાં નિર્માણધીન ઓવરબ્રિજ તૂટી પડ્યો.
વિકાસ વિકાસ અને વિકાસ ની બુમો પાડતી સરકારમાં છાસવારે ભ્રષ્ટાચાર થતા હોવાના,લાંચ લેવાના,અને હલકી ગુણવત્તાના કામો થતાં હોવાના સમાચારો આવતા હોય છે પરંતુ સત્તા માં મદમસ્ત સરકારની ઊંઘ ઊડતી નથી અને બેદરકારીઓ તેમજ ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કોઈ નક્કર પગલાં લેવામાં આવતાં નથી એટલે ભ્રષ્ટ લોકોને મોટાપાયે ભ્રષ્ટાચાર કરવાનું મોકળું મેદાન મળી જતું હોય છે, જેને કારણે વિકાસની જગ્યાએ વિનાશ થતો હોય છે, થોડા સમય પહેલાં મોરબીનો ઝૂલતો પુલ તુટતાં અનેક લોકોના મોત થયાં હતાં, ત્યાં વળી આ ફરી પાલનપુર માં નિર્માણધિન ઓવરબ્રિજ તૂટી પડતાં લોકો સરકાર સામે આ વિકાસ છે કે વિનાશ.? તેવા સવાલો ઉઠાવી રહ્યા છે,
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે ચેકપોસ્ટ થી અંબાજી જતા હાઇવે પર નિર્માણધિન ઓવરબ્રિજનું રેલવેટ્રેક પાસેના બનેલ પુલનું ગડર તૂટતાં ઓવરબ્રિજ આજે જમીનદોસ્ત થયો હતો, કામ પુર્ણ થાય તે પહેલાં ધરાશાઈ થયેલા આ ઓવરબ્રિજના ગડર નીચે ટ્રેક્ટર, રીક્ષા, ચગદળાઈ ગયાં હતાં તેમજ અમુક માણસો પણ તૂટી પડેલા પુલના ગડર નીચે દટાઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે,
જો કે આવા હલકી ગુણવત્તા વાળા કામ કરતા જે તે કોન્ટ્રાક્ટ એજન્સી વિરુદ્ધ સરકાર કેવાં નકકક પગલાં લેવામાં આવે છે તે આવનાર સમયમાં જોવું રહ્યું.
રિપોર્ટ-:જીતેન્દ્રસિંહ ઝાલા.મો-૯૯૦૪૦૨૩૮૬૨
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.