એક મહિનાથી વિખુટા પડેલ 70 વર્ષીય વૃધ્ધ માતાને તેના પુત્ર અને પુત્રવધુ ની સાથે સુખદ મિલન કરાવતી બોટાદ 181 અભયમ ટીમ - At This Time

એક મહિનાથી વિખુટા પડેલ 70 વર્ષીય વૃધ્ધ માતાને તેના પુત્ર અને પુત્રવધુ ની સાથે સુખદ મિલન કરાવતી બોટાદ 181 અભયમ ટીમ


તા:-01-10-2022 ના એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન માં ફોન કરી જણાવેલ કે બોટાદ એસ.ટી ડેપોમાં 70 વર્ષના માજી બેઠેલા છે તેના દિકરા-વહુએ ઘરમાંથી કાઢી મુકેલા છે જેથી મદદની જરૂર છે. આ માહિતી મળતા તરત જ ફરજ પરના કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન, મહિલા કોન્સ્ટેબલ ડાભી નયનાબેન, અને પાયલોટ હરેશભાઈ સ્થળ પણ પહોંચીને વૃધ્ધ માતા સાથે આત્મવિશ્વાસ કેળવી કાઉન્સેલિંગ દરમિયાન વાતચીત કરતા વૃધ્ધાએ પોતાની આપવીતી સંભળાવી હતી તેઓ પોતે વિધવા છે તેમનું ઘર રાણપુર તાલુકાના એક ગામમાં છે સંતાનમાં પાંચ દીકરા છે એમાં ત્રણ દિકરા બહારગામ રહે અને બે દિકરા-વહુ ગામમાં તેઓના પોતાના મકાનમાં રહે છે. માજી તેઓની સાથે રહે છે તેઓ અવાર-નવાર મેણા-ટોણા મારતા હોય અને પૂરતું જમવાનું આપતા નથી જેથી સંતાન હોવા છતાં બહાર જઈ માંગીને પેટ ભરે છે અને તેઓ મકાનમાં એકલા રહેવાના ઇરાદે તેમના દીકરા અને વહુવો અવાર-નવાર ઘરની બહાર કાઢી મુકતા હતા. એક મહિના પહેલા ઝઘડો કરી ઘર માટે કાઢી મૂક્યા હતા ત્યારથી માજી એકલા બોટાદ માં આટા-ફેરા મારી ભીખ માંગીને જમતા હતા જે જગ્યા પણ આશ્રય મળતો ત્યાં રહેતા હતા.181 ટીમ દ્વારા વૃધ્ધ માતા ની આપવીતી સાંભળીને તેમના ઘરે ગયેલ તેમના દિકરા-વહુ ને માતા પ્રત્યેની જવાબદારી તેમજ ફરજનું ભાન કરાવીને માતાને સાથે રાખવા તેમજ તેઓની કાળજી લેવાની ફરજ અંગે વાકેફ કર્યા હતા આ રીતે વૃધ્ધ માતા ને હેરાન કરવા એ સિનિયર સિટીઝન એક્ટ હેઠળ ગુનો બને છે તે અંગે કાયદાકીય માહિતી આપી હતી જેથી દિકરા અને વહુ ને તેમની ભૂલ સમજાઈ ગઈ અને માજી ને હવે પછી હેરાન નહીં કરીએ અને ધ્યાન રાખશું તેવું જણાવેલ.જેથી માજી તેના દિકરા-વહુ સાથે રાજી ખુશીથી સમાધાન કરી તેઓની સાથે રહેવાનું નક્કી કરેલ. ત્યારબાદ 181 ટીમ દ્વારા વૃધ્ધ માજીને તેમના પરિવાર ને સોંપેલ.

રિપોર્ટર :ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.