તાર ફેન્સીંગ યોજના લાભાર્થી ખેડૂતોને સબસીડીમાં વિલંબ થતા મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગબરુભાઈ કામળીયા દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત
(રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા)
તાર ફેન્સીંગ યોજનાના લાભાર્થી ખેડૂતોને વહેલી તકે સહાય ચુકવી આપવા રજુઆત
કામગીરી પૂર્ણ કરીને દરખાસ્તો મોકલી આપવા છતા સબસીડીમા આપવામા વિલંબ
રાજ્ય સરકાર દ્વારા ખેડુતોને તાર ફેન્સીંગ યોજનામાં સહાય આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૪/૨૫માં તાર ફેન્સીંગ સહાય યોજનાનો લાભ મેળવવા ભાવનગર જિલ્લાનાં ૪૫૦ જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરતા તેઓને પુર્વ મંજુરી આપતા તેઓએ તાર ફેન્સીંગની કામગીરી પુર્ણ કરી ઘણા સમયથી જિલ્લા ખેતીવાડી અધિકારીને દરખાસ્તો રજુ કરેલ છે. અને તેના આધારે સ્થળ ચકાસણી પણ ઘણા સમય પહેલા પુર્ણ ચુકેલ છે. ત્યારબાદ આજસુધી ખેડૂતોને સહાય ચુકવવામાં ન આવતા મહુવા માર્કેટયાર્ડના ચેરમેન ગભરૂભાઈ કામળીયા દ્વારા ઉચ્ચકક્ષાએ કરાઈ છે.
રજુઆતમા જણાવ્યું મુજબ નિયમ
મુજબ સહાયક પોલ ૫૦ ફુટે તથા મુખ્ય પોલ ૧૦ ફુટે લગાડવા જરૂરી છે. પરંતુ અમુક ખેડુતોએ વધુ અંતરે લગાડેલ હોય તો બાંધછોડ કરવી અનિવાર્ય છે. નિયમ મુજબ વાપરવાના થતા પોલનાં બદલે ખેડુતોએ અલંગનાં ખુબ મજબુત ગેલ્વેનાઈઝ પોલ કે અન્ય મજબુત પોલ વાપરેલ હોય તમજ કાંટાળો તાર ૧૨ x ૧૨ કે ૧૨ x ૧૪માંથી કોઈપણ વાપરેલ હોય તેની મજબુતી સારી જ થાય છે. તેથી તેમાં પણ બાંધછોડ કરવી અનિવાર્ય છે.
આ સિવાય પણ ચકાસણીમાં નાની/ મોટી ખામી જણાયેલ હોય તો એકંદરે ખેડુતે એક વખત ખર્ચ કરી આજીવન તેમણે જ વાપરવાનું હોવાથી સારૂ કામ જ કરેલ હોય છે. મુદાવાઈઝ ટેકનીકલી સરખામણી કરવા કરતા સમગ્ર
કામગીરી જોઈને બાંધછોડ કરવી અનિવાર્ય છે.
આમ, તાર ફેન્સીંગ યોજનામાં સરકાર દ્વારા ખેડુતોને મીટરે રૂ.૨૦૦ સબીસીડી ચુકવવામાં આવે છે. તેની સામે ખેડુતને મીટરે ૬૦૦ થી ૭૦૦ રૂપિયાનો ખર્ચ આવે છે. ખેડુતો જ્યારે તાર ફેન્સીંગ કરતા હોય છે. ત્યારે તેઓ કાયમી ટકે તેવુ મજબુત જ કરતા હોય છે.
ખેડુતોએ તાર ફેન્સીંગ યોજનામાં સબીસીડીને ધ્યાને લઈ મસમોટો ખર્ચ કરી નાખેલ હોય તેથી ખેડુતોને સબસીડીનો લાભ મળી રહે તેવા આશયથી નિયમોમાં થોડી છુટછાટ આપી ખેડુતોને વહેલીતકે સબસીડી ચુકવવા માંગ કરાઈ છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.