જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામની સરકારી જમીનમાં દબાણ કરવા અંગે નો કિસ્સો - At This Time

જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામની સરકારી જમીનમાં દબાણ કરવા અંગે નો કિસ્સો


*સરપંચ ની ફરિયાદ પરથી જમીન દબાણ કર્તા સહિત બે સામે લેન્ડ ગ્રેબિંગ નો ગુનો નોંધાયો*

જામજોધપુર તાલુકાના ગોપ ગામમાં આવેલી જુદી જુદી બે સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદે દબાણ કરીને બાંધકામ કરી નાખી તેનું બારોબાર વેચાણ કરી નાખવાના મામલે સરપંચ ની ફરિયાદ ના આધારે જમીન દબાણ કરનાર અને ખરીદનાર સામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગતો એવી છે કે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં આવેલી રેવન્યુ સર્વે ૮૨૮ નંબરની ગોચરની જમીન તેમજ મેઘપર ગામમાં આવેલી રેવન્યુ સર્વે નંબર ૧૯૯ પૈકી વાળી જમીન, કે જે બંને સરકારી જગ્યાઓમાં મોટી ગોપ ગામના વશરામભાઈ વેજાણભાઈ કારેણાં નામના સગર જ્ઞાતિના શખ્સે ગેરકાયદે દબાણ કરી લીધું હતું, અને સરકારી જમીનમાં ગેરકાયદે રીતે બાંધકામ કરી નાખ્યું હતું.
ત્યારબાદ તેણે ઉપરોક્ત દબાણવાળી અને બાંધકામ સહિતની જગ્યાનું મોટી ગોપ ગામના સતિષભાઈ નાથાભાઈ કારેણાં ને વેચાણ કરી નાખ્યું હતું. સતિષભાઈ કે જેઓ આ જગ્યા સરકારી ખરાબાની અને દબાણવાળી છે તેવું જાણવા છતાં પણ જમીન ખરીદ કરી લીધી હતી.
જે અંગેનો ધ્યાનમાં આવતાં મોટી ગોપ ગામના મહિલા સરપંચ જ્યોત્સનાબેન ભરતભાઈ પાથર દ્વારા સમગ્ર મામલો જામનગરના જિલ્લા કલેકટર સમક્ષ લઈ જવાયો હતો, અને જમીનનો સર્વે કરાયા પછી સરકારી ખરાબાની જગ્યામાં દબાણ થયાનું અને તેનું ગેરકાયદે વેચાણ કરી નાખવામાં આવ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેથી સમગ્ર મામલો જામજોધપુર પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જામજોધપુર પોલીસે સરપંચ જ્યોત્સનાબેન પાથર ની ફરિયાદના આધારે બંને આરોપીઓ વશરામભાઈ વેજાણંદભાઈ કારણે તેમજ સતીશભાઈ નાથાભાઈ કારેણા સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૨ ની કલમ ૪, ૫ (ક) મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.