10 કલાકમાં ગુજરાતના 141 તાલુકામાં વરસાદ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/k43mteavpbcjwc7o/" left="-10"]

10 કલાકમાં ગુજરાતના 141 તાલુકામાં વરસાદ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ


ગુજરાતમાં આજે સવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 10 કલાકમાં ગુજરાતના 141 તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે. સૌથી વધુ ધરમપુરમાં 5 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો તેમજ દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો છે. ત્યારે અત્યારે ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા હિંમતનગરમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈ કાલથી 8 જિલ્લામાં રેડ એલર્ટ હોવાથી એસડીઆરએફની કુલ 22 પ્લાટુન અને 1 ટીમ જ્યારે એનડીઆરએફની કુલ 19 ટીમો તહેનાત કરવામાં આવી હતી. 

આ વિસ્તારોમાં પડ્યો આટલો વરસાદ 

ધરમપુર - 5 ઈંચ
ચીખલી - 3 ઈંચ
ગીર સોમનાથ - 2.5 ઈંચ
વલસાડ -  2.5 ઈંચ 
કપરાડા વલસાડમાં - 4 ઈંચ
ખેરગામ 2.5 - ઈંચ
તાળાળા 2.5 - ઈંચ
થાનગઢ 2.3 - ઈંચ
વઘઈ 2.2 - ઈંચ
ગણદેવી 2.40 - ઈંચ 
વેરાવળ 2 - ઈંચ
પારડી 2 - ઈંચ
વાંસદા 2 - ઈંચ

- ફસાયેલા લોકો માટે આજે પણ એરલિફ્ટનો ઉપયોગ કરાશે 
આજે પણ નાગરીકોનું રેસ્ક્યુ ગણદેવી, નવસારી સહીતના વિસ્તારોમાં કરાયું હતું. ત્યારે ગઈ કાલે પણ અતિભારે વરસાદને પરિણામે નવસારી જિલ્લામાં વહેણમાં ફસાયેલા નાગરિકોને ચોપર દ્વારા એરલિફ્ટ કરાયા, એરલિફ્ટ કામગીરી હજુ પણ જરૂરી વિસ્તારોમાં કરવામાં આવશે.

૩૯,૧૭૭ નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતરણ કરાયું હતું 

ગઈ કાલે રાજ્યના વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ ૩૯,૧૭૭ નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું જે પૈકી કુલ ૧૭,૩૯૪ નાગરિકો સ્વગૃહે પરત ફર્યાં છે જ્યારે ૨૧,૨૪૩ નાગરિકો વિવિધ આશ્રયસ્થાનોમાં આશરો લઈ રહ્યાં છે, જેમને ભોજન સહિત પૂરતી વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં પાણીમાં ફસાયેલા કુલ ૫૭૦ નાગરિકોનું રેસ્કયૂ કરી તેમના જીવ બચાવવામાં આવ્યા છે. , રસ્તા પરથી વહેતા પાણીના વહેણને ઓળંગવાનો પ્રયાસ કરી બિનજરૂરી જોખમ ખેડવું નહીં. સમગ્ર વહીવટી તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે ત્યારે નાગરિકો પણ સંપૂર્ણ કાળજી રાખે તે ઇચ્છનીય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]