પીપરડી ગામ ખાતે ડૉ,બાબાસાહેબનાં ૬૭માં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભાવાંજલિ કાર્યક્રમ યોજાયો
પીપરડી ગામ ખાતે ડૉ,બાબાસાહેબનાં ૬૭માં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભાવાંજલિ કાર્યક્રમ યોજાયો
તારીખ.૮/૧૨/૨૦૨૩ના રોજ રાત્રે ૯ કલાકે.બોટાદ તાલુકાના (બોડી) પીપરડી ગામે.જયેશભાઈ વાઘાભાઈ મકવાણા ઉર્ફ કરૂણાકર બૌદ્ધના નિવાસ્થાને.ભારતીય બૌદ્ધ મહાસભા.બોટાદ અને સમતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનાં ઉપક્રમે ભારતીય બંધારણનાં ઘડવૈયા બોધિસત્વ ડૉ.બાબાસાહેબ આંબેડકરનાં ૬૭માં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે માનવંદના.ભાવાંજલિ. ત્રિશરણ.પંચશીલ.બુદ્ધ વંદના તેમજ લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમનાં મુખ્ય મહેમાન.પરેશભાઈ રાઠોડ ઉર્ફ બોધિરાજ બૌદ્ધ. હરેશભાઇ પરમાર ઉર્ફ કરૂણાકર બૌદ્ધ.અમરાભાઈ બથવાર ઉર્ફ આનંદ બૌદ્ધ.જયેશભાઈ પરમાર.પાર્થ રાઠોડ ઉર્ફ મિલિંદ બૌદ્ધ હાજર રહીને ડૉ.બાબાસાહેબનાં દેશ માટે અને સમગ્ર સમાજ પ્રત્યે ત્યાગ.બલિદાન.સંઘર્ષ અને લોક કલ્યાણ વિશે વક્તવ્ય આપવામાં આવેલ.તેમજ પીપરડી ગામ ખાતે પ્રથમ ઐતિહાસિક બુદ્ધ વંદના કાર્યક્રમનું આયોજન જયેશભાઈ મકવાણા બૌદ્ધ દ્વારા કરવામાં આવેલ જેમાં ભાઈઓ.બહેનો વડીલો બાળકો મોટી સંખ્યામા હાજર રહીને ડૉ.બાબાસાહેબ આંબેડકરને આદરાંજલિ અર્પિત કરવામાં આવેલ.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.